Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલસાડ રેલવે સ્ટેશનના‎સામે પાણીની લાઇનમાં લીકેજ‎:ખાડો ખોદીને કામ અધૂરું મૂકાતા મુસાફરો હેરાન પરેશાન

    एक दिन पहले

    અમલસાડ રેલવે સ્ટેશન જવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર છેલ્લા પાંચ-છ દિવસથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે. આ લીકેજને રીપેર કરવા માટે તંત્ર દ્વારા બે-ત્રણ દિવસ અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કામગીરી સ્થગિત કરી દેવામાં આવતા અહીં મોટો ખાડો પડી રહ્યો છે. લીકેજ ચાલુ હોવાથી મુખ્ય માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. ​રેલવે સ્ટેશન એ અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાંથી દરરોજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં પસાર થાય છે. ખોદાયેલા ખાડા અને પાણીના ભરાવાને કારણે વાહન પાર્કિંગ કરવું પણ જોખમી બન્યું છે. અવારનવાર મુસાફરો લપસીને પડવાના બનાવો બની રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જો વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. તંત્રની બેદરકારીથી મુસાફરોને મુશ્કેલી "રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે પાઈપલાઈનનું કામ અધૂરું મૂકી દેવું તે તંત્રની ઘોર બેદરકારી છે. પાણીના લીકેજથી રસ્તો બિસ્માર બન્યો છે અને ખોદેલા ખાડાને કારણે અવરજવરમાં ભારે જોખમ ઉભું થયું છે. વિદ્યાર્થીઓ અને વડીલોને સ્ટેશન પહોંચવામાં કલાકોનો સમય અને માનસિક ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. તંત્ર તાત્કાલિક કામ પૂર્ણ કરે. -> બળવંત પટેલ , સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના માલપુર-મેઘરજમાં વરસાદનું આગમન:અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી
    Next Article
    US-Iran War Live Updates: US-Iran Exchange Strikes, Deal Under Pressure

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment