Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધાનો સાક્ષાત્કાર:મોરબીના નવલખી રોડ અને રાજપર રોડ પરના અંધારા ઉલેચાયા, સ્ટ્રીટલાઈટની કામગીરી પૂર્ણ

    2 days ago

    મોરબી શહેરમાં મહાનગર પાલિકાના અલગ અલગ વિસ્તારોમા રાત્રિના સમયે અંધાર પટ છવાઇ જતો હોવાની આવતી ફરિયાદને પગલે શહેરના મુખ્ય રસ્તા તેમજ નવા ભાળેલા સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપ નવલખી રોડથી શ્રધ્ધા પાર્કને જોડતા રોડ તેમજ શનાળા ગામથી રાજપર ગામને જોડતા રોડ પર સ્ટ્રીટ લાઈટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. જે પૂર્ણ થઈ જતા આ વિસ્તારના અંધાર પટ દૂર થઈ ગયા છે. આ ઉપરાંત શહેરના ઉમિયા સર્કલથી બોરીયા પાટી વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી ચાલી રહી છે. વિવિધ વિસ્તાર જેમાં જૂની સર્કલ પોલીસ સ્ટેશન કચેરી સામે, કલેક્ટર કચેરી રોડ પર હાઈ માસ્ટ ટાવર ફીટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ કામગીરી વચ્ચે નવા ભળેલી ભડીયાદ અને માળીયા વનાળિયા વિસ્તારના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટના અભાવે અંધાર પટની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મનપા તંત્ર આ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઈટ ફિટ કરવા એકશન મોડમાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. શહેરમાં 12 સ્થળે હાઈમાસ્ટની કામગીરી તેજ હોવાનો મનપાનો દાવો‎ મોરબી શહેરના કુલ 12 સ્થળે હાઈ માસ્ટ લાઇટ સ્થાપિત કરવાની ચાલી રહેલી પ્રક્રિયા હેઠળ ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, ખોડીયાર માતાના મંદિર પાસે દરબારગઢ, શિવાજી ચોક (જેલ રોડ), સરદાર સ્ટેચ્યુ (એસડીએમ બંગલા પાસે) સહિતના સ્થળોએ કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે. મોરબી શહેરમાં લાઈટને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવાનો મનપા તંત્ર દ્વારા દાવો કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:કરાડવા તળાવ નવા રંગરૂપમાં: વોક-વે, ફૂડકોર્ટની સાથે સપ્તરંગી રોશનીનો ઝગમગાટ કરાશે
    Next Article
    29 જૂને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:વરસાદનું ટીપે-ટીપું બચાવશે મહેસાણા : મનપાની 150 મિલકતો પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment