Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    29 જૂને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:વરસાદનું ટીપે-ટીપું બચાવશે મહેસાણા : મનપાની 150 મિલકતો પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગશે

    2 days ago

    મહેસાણા મહાનગરપાલિકા વરસાદી પાણીના સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે પોતાની 150 મિલકતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની તૈયારીમાં છે. અંદાજે રૂ.1.10 કરોડના ખર્ચે આ યોજના અંતર્ગત ધાબા અને છત પરથી આવતું વરસાદી પાણી પાઇપલાઇન મારફતે શોષકૂવામાં મોકલી જમીનમાં ઉતારવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન અને વોર્ડ ઓફિસો, આંગણવાડીઓ, ગેરેજ સહિતની વિવિધ મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્થળે ચાર બાય ત્રણ ફૂટના શોષકૂવા બનાવી વરસાદી પાણીનું રિચાર્જિંગ કરવામાં આવશે. આ મુદ્દા સહિત કુલ છ એજન્ડા પર નિર્ણય 29 જૂનના રોજ બપોરે 12 વાગ્યે યોજાનારી મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે. બેઠકમાં ઓફિસો, ટાઉનહોલ, કચરા ડમ્પિંગ સાઇટ, કમિશનર બંગલો, ત્રણ પાણીના સમ્પ તથા સિવિક સેન્ટર સહિત 16 પોઇન્ટ પર કાર્યરત 56 સિક્યુરિટી ગાર્ડના વાર્ષિક રૂ.1.10 કરોડના ટેન્ડરને રી-ટેન્ડર પ્રક્રિયા બાદ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરના ટ્યુબવેલ માટે કોલમ, પાઇપ, કેબલ, મોટર, પંપ તથા અંડરગ્રાઉન્ડ સમ્પ માટે જરૂરી સામગ્રીના વાર્ષિક રૂ.50 લાખના ખર્ચે ખરીદી માટે એજન્સીને મંજૂરી આપવાનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ છે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવનાર છે. રેલવે ગરનાળાં અને અંડરપાસમાં પાણી નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાશે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગોપીનાળું, રામોસણાના બે અંડરપાસ અને મોઢેરા રોડના મુખ્ય અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે પમ્પિંગ મશીનરીના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પાંચ મહિના માટે રૂ.14.87 લાખના ખર્ચે એજન્સીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    સુવિધાનો સાક્ષાત્કાર:મોરબીના નવલખી રોડ અને રાજપર રોડ પરના અંધારા ઉલેચાયા, સ્ટ્રીટલાઈટની કામગીરી પૂર્ણ
    Next Article
    ઉત્તર ગુજરાતમાં 17 દિવસ બાદ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું‎:બનાસકાંઠાના હડાદમાં સવા ઇંચ સહિત 4 તાલુકામાં હળવો વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment