Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જે.પી.રોડ પોલીસ મથકમાં યુવકને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ:તાંદલજામાં તાજિયાના જુલૂસમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ પોલીસ મથકનો ઘેરાવો

    1 day ago

    શહેરમાં શાંતિમય રીતે મહોમરના જુલુસ અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. ત્યારે તાંદલજામાં પોલીસ અને જુલુસ સાથે નીકળેલા ટોળા વચ્ચે ભારે ઘર્ષણનો બનાવ બનતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ટોળાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનને ઘેરી લઈ સુત્રચાર પણ કર્યા હતા. તાજીયા ઠંડા કરવા નીકળેલા યુવકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે બેસિલ સ્કૂલ પાસેથી પસાર થતા હતા, ત્યારે પોલીસ દ્વારા આગળ વધવા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્રણ પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં આવ્યા હતા. ટ્રક ચાલકને દંડો મારીને આગળ જવા દેવા નહીં તો ડિજે બંધ કરી દેવા કહ્યું હતું. અમે તાજીયા આગળ લઈ જતા હતા. તેમણે ગેરવર્તન કર્યું હતું. યુવકોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા અમને પોલીસ સ્ટેશનને લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ઘટનામાં તાજીયાને પણ નુકસાન પણ થયું હતું. ત્રણ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ સ્ટેશનનો જ ઘેરાવો કરી સૂત્રોચાર કર્યા હતા. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી જતા તેમણે સ્થિતિ થાળે પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    Portugal vs Colombia, FIFA World Cup 2026 Live Score: Goalless after 23 mins in Miami
    Next Article
    4 હજારથી વધુ સભ્યોની ક્લબમાં 2 હજારનાં બાકી લેણાં:આજે પોલો ક્લબમાં ચૂંટણી જંગ, બે વર્ષે પ્રમુખની ચૂંટણી થશે,દોઢા વોટિંગની વકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment