Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી:નાળા, ગટરો અને વરસાદી પાણીના નિકાલના માર્ગોની સફાઈ શરૂ

    2 days ago

    મોરબી શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાળા, હોકરા, વરસાદી પાણીના નિકાલના માર્ગો તેમજ ગટરોની નિયમિત સફાઈ અને ડી-સિલ્ટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં જરૂર જણાય છે ત્યાં તાત્કાલિક મરામત અને સફાઈ પણ કરવામાં આવી રહી છે, જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે. મહાનગરપાલિકાની ટીમો સતત મેદાનમાં રહીને કામગીરીની દેખરેખ રાખી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે સમયસર કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય અને જનજીવન સામાન્ય રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. આ સાથે, નાગરિકોને શહેરની સ્વચ્છતા જાળવવા અને સફાઈ સંબંધિત કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ:લાંબડીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર, ખેડૂતોમાં ખુશી
    Next Article
    सुप्रीम कोर्ट ने नहीं सुनी मीनाक्षी नटराजन की याचिका, क्या सालों लटका रहेगा मामला?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment