Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખુંટલીમાં કન્યા છાત્રાલય-શાળા પરિસરનું લોકાર્પણ કરાયું:મંત્રી નરેશ પટેલે કહ્યું-'આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું સાધન'

    18 घंटे पहले

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીક આવેલા ખુંટલી ગામમાં શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમશાળાના સ્વ. બાપુભાઈ નવસુભાઈ રાઉત શિક્ષણ સંકુલમાં નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના હસ્તે આ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણ સૌથી અસરકારક માર્ગ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. મંત્રીએ રાજ્યભરમાં આશ્રમશાળાઓ અને છાત્રાલયોની મુલાકાત દરમિયાન સંચાલકો બાળકો માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરતા હોવાનું અવલોકન કર્યું હતું. તેમણે વાલીઓને ખાતરી આપી કે તેઓ પોતાના સંતાનોને વિશ્વાસપૂર્વક આશ્રમશાળામાં મોકલે છે, તેથી ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સંચાલકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શિક્ષક જ બાળકમાં રહેલી પૂર્ણ ક્ષમતાને બહાર લાવવાનું કાર્ય કરે છે. ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણથી વ્યક્તિનું જીવન તેમજ દેશનું ભવિષ્ય બંને ઉજ્જવળ બની શકે છે. 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત પણ આ જ વિચારધારાથી કરવામાં આવી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારના સતત પ્રયાસોથી રાજ્યમાં શાળાઓનો ડ્રોપઆઉટ રેશિયો હવે માત્ર એક ટકા સુધી પહોંચ્યો છે. રાજ્ય સરકાર આ ડ્રોપઆઉટ રેશિયોને શૂન્ય ટકા સુધી લાવવા માટે સતત પ્રયાસશીલ છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ શિક્ષણના મહત્વ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનેષાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ગાયકવાડ, સંસ્થાના પ્રમુખ માધુ રાઉત, સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, સરપંચ દિનેશ દળવી, સંસ્થાના હોદ્દેદારો, અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાંદલજાની નેતાજી બોઝ શાળામાં 145 બાળકોને પ્રવેશ:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 ઉજવાયો
    Next Article
    ગીર સોમનાથમાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિન અંતર્ગત જાગૃતિ અભિયાન:પોલીસ મહાનિરીક્ષક અને SPના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment