Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપમ ચોકમાં ખંડણીખોરનો આતંક:રિક્ષાચાલક પાસે છરીની અણીએ ખંડણી ઉઘરાવતા કુખ્યાત શખ્સને ગંગાજળીયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

    1 day ago

    ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા પોલીસ એક્શન મોડમાં છે. શહેરના વ્યસ્ત એવા રૂપમ ચોક વિસ્તારમાં એક રિક્ષાચાલકને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પૈસા પડાવનાર કુખ્યાત ગુનેગારને ગંગાજળીયા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. રિક્ષા ચલાવવા માટે હપ્તો માંગતા આ શખ્સ સામે ગુનો નોંધાતા જ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. “અહીં રિક્ષા ચલાવવી હોય તો હપ્તો આપવો પડશે, નહીંતર...” ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ફરિયાદી રિક્ષાચાલક પોતાની રિક્ષા લઈને રૂપમ ચોક ખાતે ઉભા હતા. આ દરમિયાન આનંદનગર વિસ્તારનો કુખ્યાત શખ્સ સંજય ઉર્ફે ગણીયો દેવરાજભાઈ ગોહેલ ત્યાં ધસી આવ્યો હતો. આરોપી સંજયે રિક્ષાચાલકને રોકીને એકાએક ધારદાર છરી બતાવી દીધી હતી અને ડરાવી-ધમકાવીને ખિસ્સામાંથી 2 હજાર બળજબરીથી પડાવી લીધા હતા. એટલું જ નહીં, લુખ્ખાગીરી આચરતા આરોપીએ રિક્ષાચાલકને જાહેરમાં ધમકી આપી હતી કે, "જો તારે આ વિસ્તારમાં રિક્ષા ચલાવવી હોય તો મને નિયમિત હપ્તા પેટે પૈસા આપવા પડશે, નહીંતર તને જાનથી મારી નાખીશ." આ પ્રકારે ધમકાવીને આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ત્વરિત રેડ ભોગ બનનાર રિક્ષાચાલકે આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.બી. ચૌહાણે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શન લીધા હતા. તેમણે આરોપીને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફને ખાસ આદેશો આપ્યા હતા. પોલીસની ટીમોએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાબડતોડ ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી સંજય ઉર્ફે ગણીયો દેવરાજભાઈ ગોહેલ (ઉં.વ. 21, રહે. આનંદનગર, ત્રણ માળિયા, ભાવનગર) ને ઝડપી લીધો હતો. અગાઉ 5 ગુના નોંધાયા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી સંજય ઉર્ફે ગણીયો રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહ્યો છે. તેની સામે ગંગાજળીયા અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ મારામારી કરવી, લોકોને ધમકી આપવી તેમજ જાહેરનામાના ભંગ સહિતના કુલ પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ તેની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી છરી સહિતનો મુદ્દામાલ રિકવર કરવા અને કાયદાનું ભાન કરાવવા આગળની સઘન કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-મોહરમ જુલૂસમાં દર્દની દવા કહીને ઝેરી કેપ્સ્યુલ વહેંચી:પોલીસે 14,900 કેપ્સ્યુલ સાથે યુવકને પકડ્યો; ઉંદર મારવાનું ઝેર ભરેલું હતું
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં રાજકારણ ગરમાયું:એજ્યુકેશન ડીન ડો. નિદત્ત બારોટની લેક્ચરરથી પ્રિન્સિપાલ સુધીની નિમણૂકો ખોટી હોવાનો આક્ષેપ; ACB તપાસની પ્રોફેસર ડો. મહેતાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment