Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોરમમાં સુરક્ષા જાળવવા બદલ જામનગર પોલીસનું સન્માન:જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના અધિકારીઓને મુસ્લિમ સમાજે બિરદાવ્યા

    1 day ago

    જામનગર શહેરમાં મહોરમના તહેવાર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ જામનગર પોલીસનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે જામનગર શહેરમાં મહોરમનો તહેવાર ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં તાજિયા સ્થાપિત કરવામાં આવ્યા હતા. જામનગર પોલીસે તાજિયા અને લોકોની સલામતી માટે સતત ત્રણ દિવસ સુધી ખડેપગે રહીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને સિટી-એ ડિવિઝનના પીઆઈ વિપુલસિંહ ડોડીયા સહિતના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એલસીબી શાખાના પીઆઈ વિનોદ ચૌધરી, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ ઇદરીશખાન ધાસુરા અને એલઆઈબી શાખાના એએસઆઈ બસીરભાઈ મલેકનું પણ સન્માન કરાયું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પોલીસની સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઈ લુશવાળા, ચાંદીના તાજિયાના પરવાનેદાર સૈયદ મોહમદસિદ્દીક, સિપાઈ સમાજના પ્રમુખ હુસૈનખાન પઠાણ, ગુજરાતી બારીગર જમાતના પરવાનેદાર અબ્બાસભાઈ કાઝી, યુવા મુસ્લિમ અગ્રણી મોસીનભાઈ ખફી અને પટણી જમાતના પરવાનેદાર અસગરભાઈ શેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતથી કોકેઈન સાથે પકડાયેલો આરોપી બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન પણ જઈ આવ્યો:ટ્રોલી બેગનું રેગ્ઝીન ફાડીને સ્પેશિયલ ખાનામાં સંતાડ્યું હતું ડ્રગ્સ, તપાસમાં ઈન્ટરનેશનલ કનેક્શન ખુલ્યું
    Next Article
    સોમનાથમાં CCTV બેકઅપ ન રાખનાર 2 હોટલ સામે કાર્યવાહી:ગીર સોમનાથ પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment