Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં CCTV બેકઅપ ન રાખનાર 2 હોટલ સામે કાર્યવાહી:ગીર સોમનાથ પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

    1 day ago

    ગીર સોમનાથ પોલીસે પ્રભાસ પાટણ વિસ્તારમાં CCTV બેકઅપ ન રાખનાર બે હોટલ/ગેસ્ટહાઉસ માલિકો સામે કડક કાર્યવાહી કરી છે. જાહેરનામાના ભંગ બદલ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લો દરિયાકાંઠાનો વિસ્તાર ધરાવે છે અને અહીં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે. આ ઉપરાંત, જિલ્લો કોસ્ટલ, નેશનલ અને સ્ટેટ હાઈવે સાથે જોડાયેલો છે. બહારના રાજ્યોમાંથી અને વિદેશથી આવતા સમાજ વિરોધી તત્વો ભીડભાડવાળા વિસ્તારોનો લાભ લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. લોકોની માલમિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે, જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડિંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ અને હોસ્પિટલો જેવા સ્થળોએ CCTV કેમેરા ગોઠવી રેકોર્ડિંગ કરવા અંગે જાહેરનામું અમલમાં છે. આ કેમેરા સતત ચાલુ રહેવા જોઈએ અને તેનો ડેટા ૨૪ કલાક ચાલુ રહી ૩૦ દિવસ સુધી સંગ્રહિત થવો ફરજિયાત છે. પોલીસ સહિતની કોઈ એજન્સી દ્વારા ડેટાની માંગણી કરવામાં આવે ત્યારે તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો રહેશે. ચેકિંગ દરમિયાન, બે ગેસ્ટહાઉસ માલિકો/સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટહાઉસમાં જાહેરનામામાં ઉલ્લેખિત ૩૦ દિવસનું CCTV બેકઅપ ન રાખતા જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. આથી, તેમની વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહોરમમાં સુરક્ષા જાળવવા બદલ જામનગર પોલીસનું સન્માન:જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિતના અધિકારીઓને મુસ્લિમ સમાજે બિરદાવ્યા
    Next Article
    Behind Siya Goyal-Ketan Agarwal Matchmaking, Role Of "Mittal Family" In Focus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment