Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાજીપુરમાં ભેંસના નાણાં અને વ્યાજ મુદ્દે હિંસક અથડામણ:બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ, બાલીસણા પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    પાટણ તાલુકાના હાજીપુર ગામે ભેંસના બાકી નાણાં અને વ્યાજની ઉઘરાણી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયડ ગામના હિતેશભાઈ મોહનભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાએ ચારેક મહિના પહેલા હાજીપુરના મુકેશભાઈ પટેલને ₹1,25,000માં બે ભેંસો વેચી હતી. આ ભેંસોના બાકી ₹75,000ની ઉઘરાણી માટે હિતેશભાઈ અને તેમના ભાઈ ભાવેશભાઈ 25 જૂન, 2026ના રોજ બપોરે 3 વાગ્યે મુકેશભાઈના તબેલાવાળા ખેતરે ગયા હતા. ત્યાં મુકેશભાઈએ ₹50,000ની કિંમતની એક ગાય ડાલામાં ભરાવી હતી. આ દરમિયાન મુકેશભાઈના દીકરા પિયુષ અને રાજે આવી હિસાબ પૂરો થઈ ગયો હોવાનું કહી રકઝક કરી હતી. હિતેશભાઈએ બાકીના નાણાં માંગતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. રાજે હિતેશભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે પિયુષે ધારીયાના લાકડાના હાથા વડે હિતેશભાઈના માથા પર ફટકો માર્યો હતો. ભાઈને છોડાવવા વચ્ચે પડેલા ભાવેશભાઈને મુકેશભાઈ પટેલે ડાબા હાથના કાંડા પર લાકડી મારી હતી. પિયુષે ગાડીઓની ચાવીઓ આંચકી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે બાલીસણા પોલીસે મુકેશ પટેલ સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે, હાજીપુર ગામના મુકેશભાઈ મણીલાલ પટેલે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 2024માં વાયડ ગામના ભાવેશભાઈ મોહનભાઈ દેસાઈ પાસેથી ₹50,000 વ્યાજે લીધા હતા. તેઓ છેલ્લા 23 મહિનાથી દર મહિને ₹6,000 વ્યાજ પેટે ચૂકવતા હોવા છતાં, મૂળ રકમ માટે તેમને અવારનવાર ધાક-ધમકી અપાતી હતી. 25 જૂન, 2026ના રોજ બપોરે 3 વાગ્યે ભાવેશભાઈ દેસાઈ, તેમનો ભાઈ અને અન્ય માણસો પીકઅપ ડાલુ અને સ્વિફ્ટ કાર લઈને મુકેશભાઈના ખેતરે આવ્યા હતા અને બળજબરીથી ગાય ભરી રહ્યા હતા. મુકેશભાઈ અને તેમના દીકરા પિયુષે પ્રતિકાર કરતાં આરોપીઓએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ અન્ય ઇસમો ધોકા અને ધારીયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને લાકડી વડે હુમલો કરતા મુકેશભાઈને માથાના ભાગે અને હાથ પર ઇજાઓ થઈ હતી. આ ફરિયાદના આધારે પણ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોની જાણ બહાર જ તેના નામે સહકારી મંડળી બની ગઈ!:જૂનાગઢના ખાંભાગીરમાં બોગસ મંડળીનો આક્ષેપ,ખેડૂતે કહ્યું- '100 ખેડૂતોની ખોટી સહી કરી નામ ઉમેરી દેવાયા'
    Next Article
    13 महीने बाद शहीदों के नाम सार्वजनिक हुए? संसद में राजनाथ ने क्यों कह दिया कि कोई शहीद नहीं हुआ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment