Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડમ્પરે મા-દીકરીને કચડતા બંન્નેના મોત:બાળકીના ચંપલ હાથમાં રાખી સ્વજનનું હૈયાફાટ રૂદન, મોપેડ સવાર મામા-ભાણીનો બચાવ

    2 days ago

    સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર અને હૃદયને હચમચાવી મૂકે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. પવિત્ર મોહર્રમના તહેવાર નિમિત્તે 22 વર્ષીય રુકશાન ઇમરાન સૈયદ પોતાની દીકરીઓ સાથે પિયર એટલે કે માતાના ઘરે ગઈ હતી. તહેવારની ખુશીઓ મનાવીને જ્યારે તે પોતાના ભાઈ સાથે સાસરે પરત ફરી રહી હતી, ત્યારે કાળ બનીને આવેલા એક બેફામ ડમ્પરે તેમની મોપેડને અડફેટે લીધી હતી. આ કરુણ દુર્ઘટનામાં રુકશાન અને તેની 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે તહેવારનો માહોલ પલભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. કાળમુખા ડમ્પરે માતા-પુત્રીનો જીવ લીધો અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે આવી જવાથી માતા રુકશાન અને માસૂમ જૈનમે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તહેવારના બીજા જ દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. 4 વર્ષની દીકરી અને મામાનો બચાવ આ ભયાનક અને કાળજું કંપાવી દેતી દુર્ઘટના વચ્ચે એક ચમત્કાર પણ જોવા મળ્યો હતો. અકસ્માત સમયે મોપેડ પર રુકશાનનો ભાઈ અને તેની ચાર વર્ષની મોટી દીકરી હાઈકા પણ સવાર હતા. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હોવા છતાં, હાઈકા અને તેના મામાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. જોકે, હાઈકાએ પોતાની નજર સામે જ માતા અને નાની બહેનને ગુમાવતા પરિવાર માટે આ આઘાત જીરવવો અસહ્ય બની ગયો છે. 'ગયા વર્ષે ભાઈ અને આજે પત્ની-પુત્રી ગુમાવ્યા' મૃતક રુકશાનના પતિ ઇમરાન સૈયદ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. હોસ્પિટલના પીએમ રૂમ બહાર ઘેરા શોકમાં ડૂબેલા ઇમરાને રડતા રડતા પોતાની અસહ્ય વેદના ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે જ તેમના ભાઈનું અવસાન થયું હતું અને તેમનો મૃતદેહ પણ આ જ પોસ્ટમોર્ટમ રૂમ બહાર લાવવામાં આવ્યો હતો. આ વર્ષે ફરી કુદરતે તેમની પર વજ્રઘાત કર્યો છે અને આજે તેમની પત્ની અને વ્હાલસોયી દીકરીના મૃતદેહ અહીં લાવવા પડ્યા છે. એક વર્ષની અંદર જ પરિવારે બે મોટા આઘાત સહન કરવાનો વારો આવ્યો છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક દોડી આવીને ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશાખોર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ ઇમરાન સૈયદ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બ્રિજ પર ભીડ હોવા છતાં ડમ્પર ચાલક કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં બેફામ વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે આ નિર્દોષોનો ભોગ લેવાયો છે. પીડિત પરિવારે પ્રશાસન અને પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શહેરમાં ભારે વાહનો ચલાવતા નશાખોર ડ્રાઈવરો સામે સખત ઝુંબેશ ચલાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારનો માળો આ રીતે ન વિખરાય. મર્સિડીઝ અને કિયા વચ્ચે અકસ્માત, એરબેગો ખુલી ગઈ અમદાવાદમાં એસ જી હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર આજે(27 જૂન) સવારના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જેના કારણે એરબેગ ખુલી ગઈ હતી. કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો સુરતમાં રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો ને ટ્રક નીચે આવ્યો, માથું કચડાઈ ગયું 17 મેના સુરતમાં પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરીયાની સામે ટ્રકની નીચે કચડાઈ જતા રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવ્યા બાદ ટ્રક નીચે આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં રત્નકલાકારનું માથું કચડાઈ ગયું હતું, તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં TET પેપર લીક, પરીક્ષા કાલે થવાની હતી:પેપર થાણેથી મળી આવ્યું, હવે પરીક્ષા રદ થઈ શકે છે; પોલીસે આરોપીઓને પકડ્યા
    Next Article
    પોરબંદરમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી, એક કિશોર ઝડપાયા; કમલાબાગ પોલીસે ₹55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment