Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નના એક જ મહિનામાં યુવકનો આપઘાત:મોટા ભાઈએ વતનની ખેતીની જમીન ગીરો મૂકી દેતા વિવાદમાં અંતિમ પગલું, સુરતમાં આક્રંદ કરતી નવવધૂએ ન્યાયની માગ કરી

    16 hours ago

    સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે. વતનમાં આવેલી જમીન મોટા ભાઈએ ગીરવી મૂકી દેતા થયેલા વિવાદ અને માનસિક તણાવમાં આવીને એક 25 વર્ષીય પરિણીત યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે મૃતક યુવકના લગ્નને હજી માંડ એક મહિનો જ થયો હતો. લગ્નનો ગળ્યો કાળ પૂરો થાય તે પહેલા જ ઘરનો માળો વિખેરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જમીન બાબતે બંને ભાઈઓ બોલાચાલી વચ્ચે થતી હતી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની 25 વર્ષીય નંદલાલ સરોજ સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી જય અંબેનગરમાં રહેતા હતા. નંદલાલના પરિવારની વતનમાં ખેતીની જમીન આવેલી છે. આ જમીન નંદલાલના મોટા ભાઈ કલ્લુએ નાના ભાઈને વિશ્વાસમાં લીધા વિના ગીરવી મૂકી દીધી હતી. જ્યારે આ વાતની જાણ નંદલાલને થઈ ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વતનની જમીન ગીરવી મૂકાઈ જવાના કારણે છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે સતત વિવાદ અને ઉગ્ર બોલાચાલી થતી હતી. મોટા ભાઈના આ કૃત્યના કારણે નંદલાલ ભારે આઘાતમાં અને આર્થિક ચિંતામાં ડૂબી ગયો હતો. માનસિક તણાવમાં આવીને યુવકે અંતિમ પગલું ભરી લીધું મોટા ભાઈ સાથે વારંવાર થતી બોલાચાલ અને જમીન હાથમાંથી ચાલી જવાની હતાશાના કારણે નંદલાલ ઊંડા માનસિક તણાવમાં સરી પડ્યો હતો. આ માનસિક અસ્વસ્થતા અને હતાશા સહન ન થતાં, આખરે નંદલાલે જય અંબે નગર સ્થિત પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારજનોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોયો ત્યારે ઘરમાં કલ્પાંત મચી ગયો હતો. 'હું મેડિકલમાંથી પરત આવી તો સામે ઝૂલી રહ્યા હતા' મૃતકના પત્ની કરિશ્માએ જણાવ્યું હતું કે, મારા પતિનું નામ નંદલાલ છે મને કંઈ પણ ખબર નહોતી. આ પોતાની ખેતી-જમીનની લડાઈ, ઝઘડામાં અંદરોઅંદર આ લોકો લડ્યા હતા. અને આમના જે મોટા ભાઈ છે તેમણે બીજાના હાથમાં ખેતરો મૂકી દીધા હતા, તો એટલા માટે ઝગડો થયો હતો. અને બીજી કોઈ વાતનો ઝઘડો નહોતો થયો. તેમણે વધુમાં જણાવ્યું કે તે પછી જ્યારે આ ફોન લગાવીને વાત કર્યા, મને ખબર પણ નહોતી, હું ત્યાં મેડિકલ પર દવા લેવા માટે ગઈ હતી. જ્યારે ત્યાંથી આવી ત્યારે જોયું તો આ ઝૂલી રહ્યા હતા. નવવધૂ પત્નીએ ન્યાય અને કડક કાર્યવાહીની માગ કરી નંદલાલના લગ્ન હજી એક મહિના પહેલા જ કરિશ્મા નામની યુવતી સાથે થયા હતા. કરિશ્મા પોતાના પતિ નંદલાલ સાથે જ અહીં સુરતમાં રહેતી હતી. હજુ તો હાથની મહેંદીનો રંગ પણ ઉતાર્યો નહોતો ત્યાં જ પતિની છત્રછાયા ગુમાવવાનો વારો આવતા નવવધૂ કરિશ્મા પર આભ તૂટી પડ્યું છે. આક્રંદ કરતી પત્ની કરિશ્માએ આ સમગ્ર ઘટના માટે જવાબદારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી તેના પતિને ન્યાય મળી શકે. સચિન GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ ઘટનાની જાણ થતાં જ સચિન GIDC પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક નંદલાલના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ:કહ્યું-ડ્રાઇવર અને મુસાફરોનું શોષણ ન થાય એટલે ટેક્સી શરૂ કરી, જાણો 4 સવાલના જવાબમાં ભારત ટેક્સીના ફાયદાઓ
    Next Article
    5 Easy Overnight Oat Recipes You Can Make In Just 5 Minutes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment