Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેતન મર્ડર કેસ પર કંગના રનૌતની પ્રતિક્રિયા:'બાળકોના ખોટા કામ માટે માતા-પિતાને દોષી ઠેરવવા યોગ્ય નથી'; મંગેતર સિયાએ બોયફ્રેન્ડ સાથે મળી હત્યા કરી

    1 day ago

    રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલ મર્ડર કેસ પર એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'બાળકોના ખોટા કામો માટે તેમના માતા-પિતા કે પરિવારને દોષી ઠેરવવા ન જોઈએ.' 'આજકાલ બાળકોના સંસ્કાર ફક્ત ઘરથી જ નક્કી નથી થતા, પરંતુ સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને તેમના મિત્રો તેમને પ્રભાવિત કરે છે.' લોહાગઢ કિલ્લામાં થયેલા આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં પોલીસે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. માતા-પિતાને જજ કરવા યોગ્ય નથી કંગના રનૌતે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'માતા-પિતાને બાળકોના કાર્યો માટે દોષ આપવો યોગ્ય નથી. આજના સમયમાં બાળકો કોની સાથે ઉઠે-બેસે છે અને કોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, તે વધુ મહત્ત્વનું છે. બાળકોને કોણ 'પ્રોગ્રામ' કરી રહ્યું છે, તેનાથી જ તેમનો વ્યવહાર બદલાય છે. લોકો હવે અનેક પ્રકારના જીવન જીવી રહ્યા છે, તેથી કોઈ એક ઘટનાના આધારે આખા પરિવારને જજ ન કરવો જોઈએ.' કંગના પહેલાં ખુશ્બુ પટાની (દિશા પટાનીની બહેન), એક્ટ્રેસ આંચલ ખુરાના અને હિના ખાન જેવા સેલિબ્રિટીઝ પણ આરોપી સિયા ગોયલને લઈને ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. મંગેતરે બોયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરી પોલીસ તપાસ મુજબ, 26 વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું તેની મંગેતર સિયા ગોયલે તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને રચ્યું હતું. કેતન અને સિયાની સગાઈ આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને બંને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. પોલીસે સિયા અને ચેતન બંનેની ધરપકડ કરી છે અને હાલ બંને ન્યાયિક કસ્ટડીમાં છે. પહેલાં પ્રયત્નમાં કેતન બચી ગયો હતો પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ કેતનને મારવાનો પહેલો પ્રયત્ન 14 જૂને કર્યો હતો. સિયા તે દિવસે કેતનને મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને ત્યાં તેને ખીણમાં ધક્કો મારી દીધો હતો. જોકે, કેતન એક ઝાડીને પકડીને લટકી ગયો અને તેનો જીવ બચી ગયો. તે સમયે સિયાએ વાતને ફેરવવા માટે સાપ દેખાવાનું નાટક કર્યું અને કેતનનું ધ્યાન ભટકાવી દીધું. આ પછી તે કેતનને ભરોસો અપાવીને પાછો ઘરે લઈ આવી. બીજી વારમાં કિલ્લા પરથી નીચે ધકેલ્યો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયા પછી સિયાએ થોડા દિવસો પછી ફરીથી કેતનને કિલ્લા પર ચાલવા માટે રાજી કર્યો. આ વખતે ત્યાં સિયાનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી પણ પહેલાથી હાજર હતો. જ્યારે કેતન ત્યાં પહોંચ્યો, ત્યારે સિયા અને ચેતને પાછળથી આવીને તેને જોરદાર ધક્કો મારી દીધો. ઊંડી ખીણમાં પડવાને કારણે કેતન અગ્રવાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે મામલાનો ખુલાસો કરતા બંને આરોપીઓને જેલમાં મોકલી દીધા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Dr Madhu Chopra shares habits to stay ‘healthy, hydrated and energised’ this summer
    Next Article
    ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; જાણો 4 સવાલના જવાબમાં ભારત ટેક્સીના ફાયદાઓ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment