Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી એસટી બસ સ્ટેન્ડમાંથી બાઇકની ચોરી:પશુ ડૉક્ટર પાર્ક કરીને નોકરી પર ગયા હતા, પરત આવતા ચોરાઈ ગયુ હતું

    1 day ago

    બહુચરાજી તાલુકાના રાંતેજમાં રહેતા અને પાટડી ખાતે પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર ભરતભાઈ રાઠોડે બહુચરાજી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. એસટી બસસ્ટેન્ડમાં બાઇક પાર્ક કર્યું 24 જૂનના રોજ સવારે સાતેક વાગ્યાના સુમારે તેઓ રાંતેજથી પોતાનું પેશન મોટરસાયકલ નંબર GJ-27-S-3751 લઈને બહુચરાજી બસ સ્ટેશન આવ્યા હતા. મોટરસાયકલને બસ સ્ટેશનમાં આવેલી લીમડાની નીચે પાર્ક કરીને તેઓ એસ.ટી. બસ દ્વારા પાટડી નોકરી પર ગયા હતા. નોકરીથી પરત ફરતા બાઇક હતું નહીં ત્યારબાદ સાંજે છ વાગ્યાના સુમારે નોકરી પરથી પરત આવીને જોતા પાર્ક કરેલી જગ્યાએ મોટરસાયકલ મળી આવ્યું ન હતું. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે બાઈક ચોરી થયું હોવાનો અહેસાસ થયો હતો. ચોરની શોધખોળ ચોરાયેલું મોટરસાયકલ વર્ષ 2013નું મોડલ છે. જેની અંદાજિત કિંમત રૂપિયા 15 હજાર છે અને તે ફરિયાદીના મામા ભરતભાઈ પરમાર (રહે. અમદાવાદ)ની માલિકીનું હતું, જેનો ઉપયોગ તેઓ છેલ્લા એક વર્ષથી નોકરી પર આવવા-જવા માટે કરતા હતા. બહુચરાજી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'મારી 15 મહિનાની દોહિત્રી PM મોદીની ભક્ત છે':સુનીલ શેટ્ટીએ કહ્યું, 'મંદિરમાંથી લાડુ લાવીને ફોટોને ખવડાવે છે, 'મોદીજી-મોદીજી'નું રટણ કરે છે'
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:...માત્ર કાગળ પર પહોંચાડી નર્મદા; 18 ગામને જૂઠાણાંનું પાણી પણ એજન્સીને લાખોના પેમેન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment