Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટરોએ ખરા અર્થમાં પ્રશ્નો પૂછ્યા:રાજકોટ મનપામાં પહેલીવાર રમકડાં છોડી પ્રજાના અસલી પ્રશ્નો પૂછાતાં જ લોકોની સમસ્યા ઘટવાની આશા જાગી

    18 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સામાન્ય રીતે જનરલ બોર્ડ એટલે હોબાળો, શાસકોની વાહ-વાહી, વિપક્ષનો દેકારો અને અંતે માર્શલ દ્વારા થતી ધક્કામૂક્કી. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા જ્યાં વહીવટી મંજૂરી પાછળ ખર્ચાય છે, ત્યાં બોર્ડની બેઠકો માત્ર ઔપચારિકતા બનીને રહી જતી હતી. પરંતુ ગત ગુરુવારે રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જે દ્રશ્યો સર્જાયા તેણે છેલ્લા 25 વર્ષના ઇતિહાસને બદલી નાખ્યો છે. આ વખતનું 6 કલાક ચાલેલું બોર્ડ માત્ર લાંબું નહોતું, પણ પ્રજાના સાચા અવાજને વાચા આપનારું ‘આશાનું કિરણ’ બન્યું છે. નવનિયુક્ત મેયર નેહલ શુક્લએ પદભાર સંભાળતાંની સાથે જ જે વચન આપ્યું હતું કે દરેક નગરસેવકને બોલવાની તક મળશે, તે તેમણે પહેલા જ બોર્ડમાં પાળી બતાવ્યું. આ નિર્ણય સ્થાનિક લોકશાહીને વધુ મજબૂત કરનારો સાબિત થશે. અત્યારસુધીની પરંપરા એવી રહી છે કે જનરલ બોર્ડની તારીખ જાહેર થતાં જ શાસક પક્ષના ચોક્કસ કોર્પોરેટરો સેક્રેટરીની ચેમ્બરે દોડી જતા અને આંગણવાડીમાં કેટલા રમકડાં છે? કે બાગ-બગીચામાં કેટલા હિંચકા-લપસિયાં છે? જેવા હાસ્યાસ્પદ પ્રશ્નોની યાદી પકડાવી દેતા. આવા પ્રશ્નો પાછળનો મુખ્ય આશય રસ્તા, પાણી, ડ્રેનેજ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો હતો. મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ પણ આંકડાની માયાજાળ રજૂ કરી કલાક ખેંચી કાઢતા, વિપક્ષ હોબાળો કરતો અને અંતે પ્રજાના પાયાના પ્રશ્નો ચર્ચા વગર જ ડબ્બામાં બંધ થઈ જતા. લોલમલોલ ચલાવવાની માનસિકતાએ રાજકોટના નાગરિકોને વર્ષો સુધી હાલાકી ભોગવવા મજબૂર કર્યા છે. પરંતુ આ વખતે ચિત્ર બદલાયું. અસલી આક્રમકતા શાસક ભાજપ પક્ષના જ સિનિયર કોર્પોરેટર કેતન પટેલે બતાવી. તેમણે એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ સામે એક-બે નહીં, પણ 15-15 પેટા પ્રશ્નોનો મારો ચલાવ્યો. જ્યારે કોર્પોરેટરો હવામાં વાતો કરવાને બદલે નક્કર આધાર-પુરાવા અને કાગળો સાથે મેદાનમાં આવ્યા, ત્યારે કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ભ્રષ્ટ કે નિષ્ક્રિય બાબુઓનો બચાવ કરી શક્યા નહીં. મનપાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું કે સવાલ પૂછતી વખતે ટેબલો થપથપાવવાને બદલે જવાબદાર અધિકારીઓને પરસેવો છૂટી ગયો. આ બોર્ડની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે વહીવટી તંત્રને માત્ર એક જ દિવસમાં શહેરના રસ્તા, પાણી, સફાઈ અને ગેરકાયદે દબાણો હટાવવા માટેની મહાઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવાની ફરજ પડી. એટલું જ નહીં, આ કામોની પ્રગતિનો રિવ્યુ આગામી જનરલ બોર્ડમાં લેવાશે તેવી જાહેરાત પણ કરવી પડી. આ એક એવી વ્યવસ્થા છે જે અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિને એવો અહેસાસ થાય કે પક્ષના દબાણ વગર તે પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે છે, ત્યારે જ અસલી લોકશાહી સાર્થક થાય છે. નવી ચૂંટાયેલી પાંખે જે પ્રશંસનીય શરૂઆત કરી છે તે આવકાર્ય છે, પણ અસલી પડકાર આ સાતત્યતા જાળવી રાખવાનો છે. કોઈ પણ નવી વ્યવસ્થા શરૂઆતમાં ઉત્સાહ જગાવે છે, પણ સમય જતાં તે ફરી જૂના ઢાંચામાં સરી પડે છે. રાજકોટને સાચા અર્થમાં સ્માર્ટ અને લિવેબલ સિટી બનાવવું હોય તો આ પ્રકારનું ગરિમાપૂર્ણ અને પ્રશ્નોત્તરીથી સભર બોર્ડ ઓછામાં ઓછું બે વર્ષ સુધી સતત ચાલવું જોઈએ. જો આ પરંપરા બની જશે, તો મનપાની કચેરીમાં અત્યારે અરજદારોની ભીડ દેખાય છે તે ભવિષ્યમાં આપોઆપ ઘટી જશે.
    Click here to Read More
    Previous Article
    વડોલીના શખ્સ સાથે LIC પોલિસીના નામે 30000ની ઓનલાઈન છેતરપિંડી‎:‘વીમા પોલિસીની મુદત પૂરી થઈ છે’ ફોન આવે તો અવગણશો, કારણ કે તે સાયબર હેકર હોય શકે!
    Next Article
    "We're Hoping": Marco Rubio Eyes Trump's India Visit "Early Next Year"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment