Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોલીના શખ્સ સાથે LIC પોલિસીના નામે 30000ની ઓનલાઈન છેતરપિંડી‎:‘વીમા પોલિસીની મુદત પૂરી થઈ છે’ ફોન આવે તો અવગણશો, કારણ કે તે સાયબર હેકર હોય શકે!

    16 hours ago

    વીમા પોલિસીની મુદત પૂરી થઈ છે અને વિગત આપો તેમ જણાવી દે તો વિગત આપતા નહીં કારણકે આ એક સાયબર ક્રાઇમ ની અલગ પદ્ધતિ છે જેનો ભોગ મરોલી ના મહિલા બન્યા છે. જલાલપોર તાલુકાના વડોલી ગામે રહેતા ડિમ્પલબેન સાથે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ફરિયાદીના પતિની એલ.આઈ.સી. પોલીસીના 15000 રૂપિયા પાક્યા હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં આરોપીએ ફરિયાદીના મોબાઈલ પર ખોટા ટેક્સ મેસેજ મોકલીને 5000 ને બદલે 50000જમા થયા હોવાનો ભ્રમ પેદા કર્યો હતો. આ રકમ પરત મેળવવાના બહાને આરોપીએ ફરિયાદીને ગૂગલ-પે દ્વારા બેંક ટ્રાન્સફર કરાવવા મજબૂર કર્યા હતા. આ રીતે ફરિયાદીના બેંક ખાતામાંથી બે વખત 15000મળી કુલ 30000 રૂપિયા ટ્રાન્સફર કરાવી આરોપીએ છેતરપિંડી આચરી હતી. આ મામલે મરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ ધારક (9588514140) વિરુદ્ધ ગુનો નોંધી પી.આઈ. એ.એન. ગાબાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમની આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાતી ઠગાઈની જાળ તરફ ઈશારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાંતી સાયબર ફ્રોડના ગુનાઓ સૌથી વધુ નોંધાઇ રહ્યાં છે. અવાર નવાર જાગૃતિ માટે લોકોને ચેતવણી આપવા છતાં અને સાયબર સેલના અધિકારીઓની સૂચના છતાં લોકો તેની અવગણના કરી કોઇપણ લાલચમાં આવી જઇ સાયબર ફ્રોડનો ભોગ બને છે. અવારનવાર અપીલને પણ લોકો ઘોળીને પી જતા હોય આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધુ રહ્યાં છે. સાયબર છેતરપિંડીથી બચવા માટે લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું
    Click here to Read More
    Previous Article
    પોલીસે ખભે હાથ મૂકતા જ શાર્પ શૂટરે કહ્યું- આપ કૌન?:રાધિકા જીમખાના હત્યાકાંડની એ સાંજ, શરીફખાનની કારમાં તસ્લીમ ગોઠવાયો, લતીફ બહાર ઊભો હતો
    Next Article
    ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટરોએ ખરા અર્થમાં પ્રશ્નો પૂછ્યા:રાજકોટ મનપામાં પહેલીવાર રમકડાં છોડી પ્રજાના અસલી પ્રશ્નો પૂછાતાં જ લોકોની સમસ્યા ઘટવાની આશા જાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment