Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં કેનાલ દ્વારા તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાયું:મુખ્ય લાઇન ચોકઅપ, અનેક વોર્ડમાં ગટર ઉભરાઈ

    3 days ago

    પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વસ્ત્રાલ તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આને કારણે હાઇવે વિસ્તાર સહિત વોર્ડ નંબર 4, 5, 6 અને 11માં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. નગરપાલિકાની ભૂગર્ભ ગટરની મુખ્ય રાઇઝિંગ લાઇનમા પંચર પડ્યું હતું.સમયસર સમારકામ ન થવાને કારણે આખી લાઇન ચોકઅપ થઈ ગઈ છે. આ બ્લોકેજને લીધે ઉપરોક્ત વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે, નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ગટરનું ગંદુ પાણી વસ્ત્રાલ તરફ જતી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. આ કેનાલ મૂળભૂત રીતે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હતી અને તે પાટણ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. કેનાલ મારફતે ગટરનું પાણી તળાવમાં ઠલવાતા વડલી, અનાવાડા અને પાટણ સિટીના મધ્યમાંથી પસાર થતા કેનાલ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાનો અને મચ્છરોનો ઉપદ્રવ વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી આ ભય વધુ ઘેરો બન્યો છે. તળાવના પાણીનો ઉપયોગ પશુઓ અને સ્થાનિક રહીશો દ્વારા નહાવા તથા અન્ય કાર્યો માટે થતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. પાટણ નગરપાલિકાના સદસ્ય અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે ઉગ્ર માંગ કરી છે. તેમણે ઇરિગેશન શાખા અને નગરપાલિકાના અધિકારીઓને તાકીદે સ્થળ મુલાકાત લઈ કેનાલ મારફતે તળાવમાં જતું ગટરનું ગંદુ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લાખોનો ખર્ચ છતાં વોકળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય:પ્રિમોન્સૂન કામગીરીના દાવા'ને વાસ્તવિકતામાં પોલમપોલ, ધોધમાર વરસાદમાં RMCની પોલ ખુલવાનું નક્કી; તમામ વોકળાની સફાઈ થઈ હતી:અધિકારી
    Next Article
    જામનગરમાં વૃદ્ધની હત્યા: આરોપી બે દિવસના રિમાન્ડ પર:હત્યાનું કારણ અને પુરાવા એકત્ર કરવા પોલીસની સઘન તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment