Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને પરંપરાગત અને આધુનિક પદ્ધતિની સમજ‎:તણછા ગામમાં નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું‎

    4 days ago

    તણછા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ અને નિદર્શન વિતરણ કાર્યક્રમમાં ખેડૂતોને તુવેરની આધુનિક ખેતી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તણછા કેન્દ્રના વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો.અંકિત ગઢિયાએ ખેડૂતોને તુવેર પાકના ઉત્પાદન માટેની આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ ખેતીમાં આધુનિકરણ અપનાવી ખર્ચ ઘટાડી કઈ રીતે નફાકારક ખેતી કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સિનિયર રીસર્ચ ફેલો પી. ટી. પટેલે ખેડૂતોને તુવેર પાકની પરંપરાગત પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે ખેડૂતોને નવીન તકનીકો અપનાવી ખેતીને વધુ લાભદાયક બનાવવા પ્રેરિત કર્યા હતા.તણછા કેન્દ્રના વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો.અંકિત ગઢિયાએ ખેડૂતોને તુવેર પાકના ઉત્પાદન માટેની આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ ખેતીમાં આધુનિકરણ અપનાવી ખર્ચ ઘટાડી કઈ રીતે નફાકારક ખેતી કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુંઆ ઉપરાંત, ખેતીવાડી મદદનીશ પાર્થ રોહિતે ખેડૂતોને રોજ નવું શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી ખેડૂતો આ તરફ વળે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કુલ 25 ખેડૂતોને તુવેર પાકનું એક એકર વિસ્તાર માટેનું નિદર્શન કીટ વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે ખેડૂતો દેશી બિયારણ વાપરે છે પરંપરાગત રીતે ખેડૂતો દેશી બિયારણ વાપરે છેપરંપરાગત પદ્ધતિમાં ખેડૂતો ઘરનું જૂનું અથવા દેશી બિયારણ વાપરે છે. બીજ માવજત ન કરવાને કારણે પાકમાં સુકારો અને મૂળખાઈ જેવા રોગો વધુ આવે છે.આધુનિક પદ્ધતિમાં વધુ ઉત્પાદન આપતી સુધારેલી કે હાઇબ્રિડ જાતો જેમ કે વૈશાલી, BDN-2, GT-101 વપરાય છે. વાવણી પહેલાં બીજને ફૂગનાશક અને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવામાં આવે છે જે છોડને રોગમુક્ત રાખે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પદયાત્રી સંન્યાસીની સાયકલમાંથી ચોરી:દ્વારકા જતા વૃદ્ધના 60 હજાર રોકડા અને સામાન ગાયબ, ત્રણ સામે ફરિયાદ
    Next Article
    વિમલનગર હત્યા કેસ:એસીપી બારીઆનો તપાસ રિપોર્ટ અપૂરતો, પૂર્તતા માટે પરત મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment