Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસિયા તળાવ ખાતે તાજિયાનું વિસર્જન:મહોરમમાં પહેલીવાર તાંદલજા વિસ્તારમાં કુત્રિમ તળાવમાં વિસર્જન, પોલીસનો લોખંડી બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યા

    8 hours ago

    આજે 26 જૂન વડોદરામાં ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પાણીગેટ, મંડવી, યાકુતપુરા, ફતેપુરા સહિતના વિસ્તારોમાંથી નાના-મોટા તાજિયા 'યા હુસૈન' ના નારાઓ સાથે સરસિયા તળાવ ખાતે પહોંચી રહ્યા છે. ગત રાત્રે મુસ્લિમ બિરાદરોએ કતલની રાતે ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કોમી એકતા જળવાય તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે આ વર્ષે પાલિકાના સહયોગથી પ્રથમવાર તાંદલજામાં કૃત્રિમ તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા છે. તાજિયાના રૂટ, ધાબા -ડીપ પોઇન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત સાંજનો સમય થતાની સાથે જ વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી તાજીયાના જુલૂસ નીકળતા નજરે પડી રહ્યા છે. વડોદરામાં 7 જગ્યાએ તાજિયા ઠંડા કરવામાં આવે છે જેમાંથી આ વર્ષે 115 જેટલા તાજિયા સરસિયા અને બોરિયા સહિતના તળાવમાં ઠંડા કરાશે. જોકે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરબ્રિગેડની બોટ, તરવૈયાઓની ટીમ, એસડીઆરએફની ટુકડી અને વોલિયન્ટર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે. 178 તાજિયા કાઢવાની મંજૂરી અપાઈ હતી. તાજિયાના રૂટ, ધાબા -ડીપ પોઇન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે રૂટ પર સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે પહેલીવાર તાંદલજા વિસ્તારમાં કુત્રિમ તળાવમાં વિસર્જન ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવમાં શરૂ કરાયું છે ત્યારે તાજિયા પણ કૃત્રિમ તળાવમાં ઠંડા કરવા 1 વર્ષ અગાઉથી પ્લાન તૈયાર કરાયો હતો. આ પહેલા મુસ્લિમ સમાજ માટે સંવેદનશીલ મુદ્દો હોવાથી પ્રથમ ધાર્મિક આગેવાનો અને મૌલવીઓને સમજાવ્યા હતા. બાદમાં સામાજિક આગેવાનોને વાત કરાઈ હતી. જેને આધારે પ્રથમવાર કૃત્રિમ તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે. બેરિકેડ, તરાપા અને ફાયર વિભાગના તરવૈયા હાજરીમા તાજિયા વિસર્જન પાલિકાના સહયોગથી તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવ્યું છે, જ્યાં 28 તાજિયા ઠંડા કરાશે. અગાઉ આ વિસ્તારના તાજિયા 11 કિમી દૂરથી સરસિયા તળાવમાં આવતા હતા. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. કૃત્રિમ તળાવનું પોલીસ-પાલિકાના અધિકારીએ નિરીક્ષણ કર્યું હતું. બેરિકેડ, તરાપા અને ફાયર વિભાગના તરવૈયા હાજરીમા તાજિયા વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મોહરમનું તાજીયા જુલુસ શાંતિપૂર્ણ સંપન્ન:હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    चंपत राय का इस्तीफ़ा? चंपत को लेकर मोदी बनाम योगी। कौन बचा रहा है चंपत राय को?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment