Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને જેલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન:'ભાજપનું પ્રેશર ખુલ્લેઆમ દેખાઈ આવે છે, સરકાર સામે અવાજ ઉઠાવનારાને દબાવવા કોર્ટ-પોલીસનો દુરુપયોગ એ વધારે પડતું છે'

    1 day ago

    આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં 7 વર્ષની કેદની સજા કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે. AAP દ્વારા ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકારની નીતિને લોકશાહી વિરોધી અને દમનકારી ગણાવી શંકરસિંહ વાઘેલાએ સરકારની આ નીતિને લોકશાહી વિરોધી અને દમનકારી ગણાવી છે. શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ભાજપ સરકારનું આવું પ્રેડિટેડ (પૂર્વનિર્ધારિત) પ્રેશર હવે ખુલ્લેઆમ દેખાઈ આવે છે. જે રીતે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વખતે બધું વધારે પડતું દેખાઈ આવતું હતું, તેવું જ હવે અહીં પણ થઈ રહ્યું છે. તમે કોઈને પણ નિશાન બનાવવા માટે ગણતરીપૂર્વક સરકારી તંત્રનો દુરુપયોગ કરો, તે કોઈપણ રીતે વ્યાજબી નથી.” શંકરસિંહ વાઘેલાએ ઉમેર્યું કે, “કોઈપણ નેતા કે વ્યક્તિ સામે કોઈ મુદ્દો હોય તો તેના પ્લસ-માઇનસ પોઈન્ટ હોઈ શકે છે, પરંતુ કોઈ આખા સમાજને કચડી નાખવા માટે કે પછી કોઈ તમારી સામે બોલે છે, સરકારની આલોચના કરે છે, તેના કારણે આવું પગલું ભરો તે યોગ્ય નથી. લોકશાહીમાં સરકાર સામે ટીકા કરવાનો અને બોલવાનો દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે.” પૂર્વ મુખ્યમંત્રીએ ખૂબ જ કડક શબ્દોમાં સરકારી એજન્સીઓના દુરુપયોગ અંગે જણાવ્યું કે, "પોતાની સામે અવાજ ઉઠાવનારાઓને દબાવવા માટે ન્યાયતંત્ર (જુડીશિયરી), કોર્ટ, પોલીસ અને સમગ્ર સરકારી તંત્રનો આ પ્રકારનો દુરુપયોગ કરવો એ અતિશય વધારે પડતું છે. હું આ સરકારી દમન અને રાજકીય કિન્નાખોરીની આકરી નિંદા કરું છું." શંકરસિંહ વાઘેલાના આ આકરા નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, આગામી દિવસોમાં આદિવાસી નેતા ચૈતર વસાવાનો મુદ્દો ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે. MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, વડોદરા જેલ હવાલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. આ નવ આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરૂષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    આંદરણા પંચાયતનું અલ્ટિમેટમ, 48 કલાકમાં નિર્ણય નહીં તો રાજીનામાં:મોરબીના જેતપર ખેડૂત આંદોલનને સમર્થનમાં સામૂહિક રાજીનામાની ચીમકી
    Next Article
    चंपत राय का इस्तीफ़ा, मंदिर ट्रस्ट का आधिकारिक बयान नहीं, मंदिर के भीतर भर्ती घोटाला देखिए वीडियो

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment