Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-ભાવનગર હાઇવે પર હિટ એન્ડ રન:ભીમ અગિયારસે કેરીનો રસ લઇને ઘરે જતાં ત્રંબાના દંપતીને કારે અડફેટે લીધા; પત્નીનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

    4 days ago

    રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર 25 જૂનની મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ત્રંબા ગામે રહેતાં દંપતી ભીમ અગીયારસ નિમિતે એક્ટિવા પર બેસી પોતાના ત્રણ વર્ષના પુત્રને સાથે લઇ કેરીનો રસ લેવા નીકળ્યા હતાં. રસ લઇને પરત ઘરે જતી વખતે રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા અને કાળીપાટ વચ્‍ચે તેનના એક્‍ટિવાને રાજકોટ તરફથી આવતી કારે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં પત્‍નિનું મોત નીપજ્યું હતું અને પતિ-પુત્રને ઇજા પહોંચી હતી. રાજકોટ તરફથી પૂરઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી રાજકોટ નજીક ગઢકા રોડ પર આવેલી ગોલ્‍ડ કોઈન સોસાયટીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં ભાવેશભાઈ ધીરૂભાઈ બાંભણીયા (ઉં.વ.34) ગઈકાલે ભીમ અગીયારસ હોવાથી એક્‍ટીવા જીજે.03.પીકે.1319 લઇને પત્‍નિ નીશાબેન બાંભણીયા (ઉં.વ.32) અને પુત્ર કાનો (ઉં.વ.3)ને બેસાડી ત્રંબા ગામમાં કેરીનો રસ અને ઘરનો બીજો સામાન લેવા માટે ગયા હતાં. ખરીદી કરી પરત પોતાના ઘરે જતાં હતાં, ત્‍યારે રાત્રિના રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક આવેલી ખોડીયાર હોટેલ પાસે પહોંચ્‍યા, ત્‍યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક ફોર-વ્‍હીલ કારના ચાલકે એક્‍ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ત્રણેય સભ્યને માથા સહિતમાં ઈજા થતાં બેભાન અકસ્‍માત એટલો ભયાનક હતો કે, એક્‍ટિવા સવાર પરિવારના ત્રણેય સભ્યો રોડની સાઈડમાં ફેંકાઇ ગયા હતા અને ત્રણેયને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભાવેશભાઈના પિતા ધીરૂભાઈ અને તેમના પત્‍નિ તુરંત ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. અકસ્‍માત સર્જનાર કાર નંબર જીજે.03.એનએફ.3065નો ચાલક પોતાની ગાડી ઘટનાસ્‍થળે જ મુકીને ભાગી ગયો હતો. 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્‍તોને રાજકોટની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતાં. જો કે અહીં નીશાબેનને તબિબે તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કારચાલક સામે ગુનો નોંઘી તેની શોધખોળ હાથ ધરી ભાવેશભાઇ અને તેના પુત્ર કાનાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે મૃતક નીશાબેનના સસરા ધીરૂભાઇ રાણાભાઇ બાંભણીયા (ઉં.વ.48)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંઘી તેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન:'એક પેડ આદિવાસી કે નામ' થીમ પર આયોજન કરાયું હતું
    Next Article
    આંદરણા પંચાયતનું અલ્ટિમેટમ, 48 કલાકમાં નિર્ણય નહીં તો રાજીનામાં:મોરબીના જેતપર ખેડૂત આંદોલનને સમર્થનમાં સામૂહિક રાજીનામાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment