Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટેલમાં એકલો મૂકી જવાના ગુસ્સામાં યુવકે મિત્રને પતાવી દીધો:'તું મને કીધા વગર કેમ જતો રહ્યો?' કહીને છાતીમાં ચપ્પુ હુલાવી દીધું, સુરતમાં હત્યારો દબોચાયો

    5 दिन पहले

    સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મિત્રએ જ પોતાના જીગરી મિત્રની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે દોસ્તીમાં નાના-મોટા મનદુઃખ થતા હોય છે, પરંતુ સુરતની આ ઘટનામાં ' પજેસિવ ભાવ' એટલે કે અતિશય હક જતાવવાની ભાવના અને અચાનક આવેલા ગુસ્સાના કારણે એક યુવકે તેના જ મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હોટેલમાં જમતી વખતે કોઈને કહ્યા વગર અધવચ્ચેથી ભાઈને લેવા નીકળી જવાની સામાન્ય બાબત એક યુવક માટે કાળ સાબિત થઈ છે. પાંડેસરા પોલીસે આ મામલે ત્વરિત એક્શન લઈને હત્યારા મિત્રની ધરપકડ કરી લીધી છે. હોટેલમાં એકલો મૂકીને ગયો ને વાત વણસી હતી પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદનગર પ્રેમનગરમાં રહેતા બે મિત્રો અમોલ અને સન્ની વર્ષોથી એકબીજાના ગાઢ પરિચયમાં હતા. બંને મિત્રો રાબેતા મુજબ ગત(25 જૂન) સાંજના સમયે સલાબતપુરા વિસ્તારમાં સાથે જમવા માટે ગયા હતા. હોટેલમાં બંને મિત્રો આનંદથી જમી રહ્યા હતા તે દરમિયાન અચાનક અમોલના મોટાભાઈનો ફોન આવ્યો હતો. મોટાભાઈએ અમોલને જણાવ્યું કે તે ડીંડોલી વિસ્તારમાં છે અને તેને ત્યાં લેવા માટે આવવું પડશે. ભાઈનો ફોન આવતા જ અમોલ સન્નીને હોટેલમાં જ મૂકીને તાત્કાલિક પોતાના ભાઈને લેવા માટે ડીંડોલી જવા રવાના થઈ ગયો હતો. એકલા અટૂલા રહી ગયેલા મિત્રના આક્રોશે યુવકનો જીવ લીધો અમોલ જ્યારે સન્નીને કહ્યા વગર કે ત્યાં જ હોટેલમાં મૂકીને પોતાના ભાઈને લેવા નીકળી ગયો, ત્યારે સન્ની ભારે ગુસ્સામાં આવી ગયો હતો. સન્નીના મનમાં એવો દ્વેષ જાગ્યો કે તેનો આટલો નજીકનો મિત્ર તેને આ રીતે એકલો મૂકીને કેવી રીતે જઈ શકે. અમોલ તો ડીંડોલી તરફ નીકળી ગયો હતો, પરંતુ પાછળથી સન્ની પણ ભારે રોષ સાથે ત્યાંથી નીકળ્યો હતો. સન્ની અન્ય વાહન ચાલકો પાસે લિફ્ટ માંગીને જેમ-તેમ કરીને પાંડેસરાના પ્રેમનગર ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેનો ગુસ્સો સાતમા આસમાને હતો. 'કેમ એકલો મૂકી ગયો?' કહીના ચપ્પુના ઘા ઝીંક્યા અમોલ પોતાના ભાઈને લઈને જ્યારે પાંડેસરા પ્રેમનગર વિસ્તારમાં પરત ફર્યો, ત્યારે ત્યાં પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલો સન્ની તેની સામે આવી ગયો હતો. સન્નીએ અમોલને રોકીને ભારે આક્રોશ સાથે પૂછ્યું કે, "તું મને ત્યાં હોટેલમાં શા માટે એકલો છોડીને જતો રહ્યો?" આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સન્ની એટલી હદે ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ ચપ્પુ કાઢી અમોલ પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ચપ્પુના ઘા સીધા અમોલની છાતીના ભાગે એટલે કે વાઇટલ પાર્ટ પર વાગ્યા હતાં. લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો ને ઘટનાસ્થળે મોત ચપ્પુના ગંભીર ઘા વાગવાના કારણે અમોલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. છાતીના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે અને અતિશય લોહી વહી જવાને લીધે અમોલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પોતાના જ મિત્રના હાથે એક યુવકની હત્યા થતાં પ્રેમનગર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. પાંડેસરા પોલીસે હત્યારાને દબોચીને જેલભેગો કર્યો આ ચકચારી હત્યાની ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. પાંડેસરા પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને અલગ-અલગ ટીમો બનાવી હત્યારા સન્નીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપી સન્નીને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ આવવામાં સફળતા મેળવી હતી. 'હત્યાનું કારણ સડન પ્રોવોકેશન' અને મિત્ર પ્રત્યેનો અતિશય 'પઝેશન ભાવ' છે' આ સમગ્ર મામલે એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, મૃતક અમોલ અને આરોપી સન્ની બંને લાંબા સમયથી ભેદવાડ પ્રેમનગર ખાતે સાથે રહેતા હતા અને ખૂબ જ નજીકના મિત્રો હતા. હાલમાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે. બંનેનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે જાણવા ઈ-ગુજકોપ (e-GujCOP) અને NSIJ દ્વારા રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યો છે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દહેજ પોલીસે નશામુક્તિ માટે જાગૃતિ સેમિનાર યોજ્યો:આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે પહેલ
    Next Article
    India vs Ireland Live Score, 1st T20: Playing XI and toss coming up from Belfast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment