Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશનની પાછળ ડોકટર પર હુમલો, ગાડીના કાચ તોડી નાખ્યાં:લાફા મારીને મારી નાખવાની ધમકીઓ આપી, ગાંધીનગરના કડિયા નાકે મજૂરોનો આતંક

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર- 24 વિસ્તારમાં રહેતા એક ડૉક્ટર પર સેક્ટર-6 કડિયા નાકા પાસે પોલીસ સ્ટેશનની પાછળ જ ચાર મજૂરોએ એકસંપ થઈને હિંસક હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડૉક્ટર પોતાના મકાનના બાંધકામના કામ માટે મજૂરો લેવા ગયા હતા, ત્યારે અગાઉ પરિચયમાં આવેલા શ્રમિકોએ ઉશ્કેરાઈને હુમલો કરી ગાડીના કાચ તોડી નાખી આતંક મચાવી દીધો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મજૂરોનો ડોકટર પર જીવલેણ હુમલો ગાંધીનગરના સેક્ટર-24માં આદર્શ નગર ખાતે રહેતા અને વ્યવસાયે ડૉક્ટર મૌલિક કુમાર નરેશભાઈ પટેલ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પોતાના રેસિડન્સનું કામ કરાવી રહ્યા છે. આ કામ માટે તેમને મજૂરોની જરૂર હોવાથી તેઓ ગઈકાલે સવારે સેક્ટર-6 કડિયા નાકે પોલીસ સ્ટેશનના પાછળના ભાગે ગયા હતા. મજૂરે અચાનક ડૉક્ટરને લાફા મારી દીધા અગાઉ અમદાવાદના નારોલ વિસ્તારમાં હોસ્પિટલના બાંધકામ વખતે કડિયા નાકાના મજૂરોએ એક મહિનો કામ કર્યું હોવાથી ડૉક્ટર તેમને ઓળખતા હતા અને તેમના નાણાં પણ ચૂકવી અપાયા હતા. જો કે આ મજૂરો કામ અધૂરું મૂકીને પરત આવી ગયા હતા. ડૉક્ટર જ્યારે કડિયા નાકે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કમલેશ નામના મજૂરે અચાનક ડૉક્ટરને લાફા મારી દીધા હતા. જ્યારે તેના નાના ભાઈએ ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. અન્ય મજૂરોએ વચ્ચે પડીને ડૉક્ટરને વધુ મારમાંથી છોડાવ્યા, ગાડીના કાચ તોડ્યા આ હુમલામાં કમલેશ, તેનો નાનો ભાઈ, શૈલેષ દંતાણી અને અન્ય એક અજાણ્યો શ્રમિક એમ ચારેય જણા ભેગા મળીને ડૉક્ટર પર તૂટી વળ્યા હતા. આ હિંસક દ્રશ્યો જોઈને આસપાસના અન્ય મજૂરોએ બૂમાબૂમ કરી વચ્ચે પડીને ડૉક્ટરને વધુ મારમાંથી છોડાવ્યા હતા. તોય આટલેથી ન અટકતા કમલેશ અને શૈલેષે ભેગા મળીને ડૉક્ટરની ગાડીના કાચ તોડી નાખી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અને હુમલાખોરોએ ડૉક્ટરને જાહેરમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ડૉક્ટર હાલ સારવાર હેઠળ, ફરિયાદ નોંધાઈ આ હુમલાના પગલે પગલે ડૉક્ટરે જાણ કરતા સેક્ટર-7 પોલીસની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તાત્કાલિક તમામ મજૂરોને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. બીજી તરફ ડૉક્ટરને શરીરે અંદરની ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાજર પોલીસે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા. આ અંગે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હડદડમાં શાળા પ્રવેશોત્સવ, ધારાસભ્યએ નવી ઇમારતની જાહેરાત કરી:3.20 કરોડના ખર્ચે નવી શાળા બિલ્ડીંગ, લાઇબ્રેરી-બસ સ્ટેન્ડ માટે ગ્રાન્ટ
    Next Article
    વેરાવળમાં રખડતા આખલાઓનો આતંક, CCTV:બાઇકસવાર પિતા અને બે વર્ષના પુત્ર પર હુમલો; જીવ બચાવવા બાઈક છોડી ઘર તરફ ભાગ્યા, માંડ-માંડ બચ્યા, સ્થાનિકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment