Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં વિશ્વ ડ્રગ્સ વિરોધી રેલી યોજાઈ:પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી; ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સંદેશ

    3 days ago

    રાજપીપળામાં વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા પોલીસ સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રેલી રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દ્વારા નશા મુક્તિ, યુવાનોમાં જાગૃતિ અને સમાજને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અંગેના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. રેલીનું સમાપન રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે થયું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ નશા મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. આ રેલીમાં ડીવાયએસપી પી.આર.પટેલ, SOG પી.આઈ કે.એ.વાળા, એલસીબી પી.આઈ આર.જે.ચૌધરી, રાજપીપળા ટાઉન પીઆઈ એ.કે.ગામીત, પી.એસ.આઈ સી.ડી.પટેલ, એમ.આર.વાળા અને આર.જે.ડામોર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વિવાદિત વીડિયો બનાવનાર 3 યુવકો ઝડપાયા:સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    3 women arrested from Kaushambi home for ‘cooking beef’ after police got ‘tip-off’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment