Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ:'આઇ સપોર્ટ ચૈતર વસાવા'ના બેનર સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા

    2 days ago

    અમદાવાદ ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા તેમજ પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રા દરમિયાન કાર્યકરો અને સમર્થકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નેતાઓએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકતા અને સંગઠનની શક્તિ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. ચૈતર વસાવાના સમર્થનમાં તમામ જિલ્લાઓમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીનો રાજ્ય વ્યાપી કાર્યક્રમ યોજાયો છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તમામ જિલ્લાઓમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રા યોજાઈ છે. પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ “સપોર્ટ માર્ચ”માં ભાગ લીધો હતો. આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્ર યોજી જેલમાં મોકલાયા હતા. ત્યારે આજે રાજ્યના અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સપોર્ટ માર્ચ યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બૌદ્ધ સમુદાયની એક દિવસીય ભૂખ હડતાળ:બુદ્ધ વિહાર મુક્તિ માટે દેશવ્યાપી આંદોલન શરૂ
    Next Article
    New Intelligence Bureau (IB) Chief | ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ચીફ તરીકે મહેશ દીક્ષિતની નિમણૂંક કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment