Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બૌદ્ધ સમુદાયની એક દિવસીય ભૂખ હડતાળ:બુદ્ધ વિહાર મુક્તિ માટે દેશવ્યાપી આંદોલન શરૂ

    2 days ago

    જામનગરના લાલ બંગલા ખાતે આજે બૌદ્ધ સમુદાય દ્વારા એક દિવસીય ભૂખ હડતાળ યોજવામાં આવી હતી. આ હડતાળ 'બૌદ્ધ ગયા' સ્થિત બુદ્ધ વિહારને મુક્ત કરાવવા અને તેની વહીવટી સત્તા બૌદ્ધ ધર્મના વડાઓને સોંપવાની માંગ સાથે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે હતી. આજે જામનગરના લાલ બંગલા વિસ્તારમાં બૌદ્ધ સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઓલ ઈન્ડિયા બૌદ્ધિસ્ટ ફોરમના નેજા હેઠળ આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે આ પ્રતિકાત્મક ભૂખ હડતાળનું આયોજન કર્યું હતું. આંદોલનકારીઓની મુખ્ય માંગ એ છે કે, બૌદ્ધ ગયા ખાતે આવેલા પવિત્ર બુદ્ધ વિહાર પરનો વહીવટી કબજો અન્ય સમુદાયો પાસેથી હટાવીને તેને સંપૂર્ણપણે બૌદ્ધ ધર્મના વડાઓ અને બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે. તેમનું માનવું છે કે, આ ધાર્મિક સ્થળનું વ્યવસ્થાપન તેમની પરંપરા મુજબ જ થવું જોઈએ. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, "અમે શાંતિપૂર્ણ રીતે અમારી માગણી રજૂ કરી રહ્યા છીએ. બૌદ્ધ ગયા એ વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, તેથી તેનું સંચાલન બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓ દ્વારા જ થવું જોઈએ." તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની આ ન્યાયી માંગણી નહીં સ્વીકારે, તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સમગ્ર દેશમાં એકસાથે ચાલી રહેલા આ આંદોલનને પગલે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. હાલ લાલ બંગલા ખાતે બૌદ્ધ સમુદાયના લોકો પોતાની માગણીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    India News LIVE Updates, 26 June 2026: Russia intercepts 660 Ukrainian drones, 8 arrested in Ram temple donation theft row
    Next Article
    અમદાવાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ:'આઇ સપોર્ટ ચૈતર વસાવા'ના બેનર સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment