Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા પોલીસે ડ્રગ નિષેધ દિને સાયકલોથોનનું આયોજન કર્યું:નશા મુક્ત સમાજ માટે પોલીસ અને નાગરિકોએ સંકલ્પ લીધો

    3 days ago

    આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પોલીસે સાયકલોથોનનું આયોજન કર્યું હતું. યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ આ સાયકલ રેલી પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈ હતી. આ રેલી ખેમાણા ટોલ નાકા સુધી યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાયકલોથોન દરમિયાન, સહભાગીઓએ હાથમાં નશા વિરોધી બેનરો પકડી લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. વિવિધ સૂત્રોચ્ચારો દ્વારા સમાજમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ "ડ્રગ્સ મુક્ત બનાસકાંઠા" અને "નશા મુક્ત સમાજ"નો સંકલ્પ લીધો હતો. સૌએ સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, નશા સામેની લડતમાં માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ જનજાગૃતિ પણ એટલી જ આવશ્યક છે. આવા કાર્યક્રમો દ્વારા યુવાધનને યોગ્ય દિશા મળે અને તેઓ નશાના વ્યસનથી દૂર રહી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દૂષિત પાણીથી જૂનાગઢની જનતા ત્રાહિમામ:​મહાનગરપાલિકાના પાપે જનતા ગટરયુક્ત પાણી પીવા મજબૂર,તંત્રની ઘોર બેદરકારી વચ્ચે ટેસ્ટિંગમાં 90 થી 100 સેમ્પલ અનફિટ હોવાનો અધિકારીનો ચોંકાવનારો ખુલાસો.
    Next Article
    Pune Ketan Agrawal Controversy | સપનાના લગ્ન, મોતનું કાવતરું | Fiance | Wedding | Siya | Fort | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment