Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળ્યા:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મળી મોઢવાડિયાએ સાંત્વના પાઠવી

    2 days ago

    અમરેલી જિલ્લામા વધતાજતા માનવ મૃત્યુના કિસા સામે આવતા રાજય સરકાર સુધી ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ગઈ કાલે બનેલ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં બાળક પર સિંહ દ્વારા હુમલો કર્યા બાદ મોત નિપજતા સરકાર એક્શનમાં આવી છે રાજય સરકારના મુખ્યમંત્રીએ સૂચના આપતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા,ધારાસભ્ય જેવી કાકડીયા,પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર,ગાંધીનગર PCCF જયપાલ સિંહ,જૂનાગઢ CF રામ રતન નાલા,DCF વિકાસ યાદવ સહિત સીનયર અધિકારીઓ કર્મચારીઓએ મૃતકોના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના સાંત્વના પાઠવી હતી. વનવિભાગના વરિષ્ઠ અગ્રણીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામા આવી છે. વન્યજીવ અને લોકસુરક્ષાની ફોરેસ્ટકર્મીઓ સૂચના આપી બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના સ્થાનિક પ્રતિનિધિઓ દોડી આવ્યા હતા. ગ્રામજનોના રોષને ધ્યાને રાખીને તેમણે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ આ અંગે રજૂઆતો કરી હતી. વનમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો પણ સાથે જોડાયા હતા, જ્યાં મંત્રી દ્વારા વન વિભાગના અધિકારીઓને આક્રમક વન્યજીવ નિયંત્રણ અને લોકસુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન તથા કડક સૂચનાઓ આપવામાંઆવ્યું હતું 'મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસો કરીશું' વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હુમલાથી બાળકનું મૃત્યુ થયું તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવીએ. એ સંદર્ભે હું અહિયાંના સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એમને આશ્વાસન આપ્યું છે. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે પણ લોકો હતા એમણે પણ આ બાબતે રજૂઆતો કરી છે.અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી, એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસો કરીશું અને એના માટે એક એસઓપી (SOP) પણ બનાવીશું. અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી. એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એના માટે જરૂરી પગલાં લઈશું ગામ લોકો વનમંત્રી સમક્ષ રજૂઆતો કરી ચતુરી ગામના સરપંચ કમલેશભાઈ જાનીએ જણાવ્યું કે,' અમે અમારો લાડકવાયો નાનો જીહાન સાથે જે સિંહના હુમલામાં જે અઘટિત ઘટના ઘટી એ બાબતે અમે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને માહિતગાર કરેલા. આજે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અહીંયા રૂબરૂ અમારી સ્થળની મુલાકાત પણ લીધી, આ પરિવારને સાંત્વના આપી અને આ મુદ્દે ફોરેસ્ટને લગતા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી છે કે જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે. એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે, એક મુદ્દો અમારો ઈ છે.બીજું જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને, માલધારીઓને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે એની મંજૂરી આપવામાં આવે. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ દીપડાને હટાવવામાં આવે. જે માલધારીઓ જે ખેડૂતો છે એના ખેતરે જાય, માલઢોર લઈને પશુ લઈને જાય તો સાથે લાકડી, કુવાડી જેવા હથિયારો હોય તો લઈ જવા દેવામાં આવતા નથી. એવા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી. અમને આશ્વાસન મળ્યું છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. દાદા સાથે જઈ રહેલા બાળકને સિંહ 1 કિમી ઢસડી ગયો ચતુરી ગામમાં પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમ જીયાન પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને પકડીને વાડી વિસ્તાર તરફ આશરે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગયો હતો, જ્યાં અન્ય સિંહોએ સાથે મળીને તેનું મારણ કર્યું હતું. વન્યજીવના આ ઘાતક હુમલાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. વન વિભાગનું મેગા ઓપરેશનમાં 5 સિંહો કેદ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગ દ્વારા તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાતથી શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં, ગામની આસપાસ જ ફરતા અને વસાહતમાં પ્રવેશેલા 5 સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. સ્થાનિકોની માગ સમગ્ર અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્થાનિક લોકોએ સિંહોને માનવ વસાહતથી દૂર ખસેડીને ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા વધારવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીએ ઓઢેલું કપડું ખસેડ્યું તો પિતાને બધે લોહી-લોહી હતું:મોટો પથ્થર હતો, પિતાનું મોતિયાનું ઓપરેશન થયું હોવાથી તેમની જગ્યાએ ડ્યુટી પર ગયો'તો; વડોદરાના દશરથ ગામનો બનાવ
    Next Article
    Monsoon In Gujarat Live | ગુજરાતમાં ધોધમાર! વરસાદના વધામણા | Rain | Vapi | Valsad | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment