Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીએ ઓઢેલું કપડું ખસેડ્યું તો પિતાને બધે લોહી-લોહી હતું:મોટો પથ્થર હતો, પિતાનું મોતિયાનું ઓપરેશન થયું હોવાથી તેમની જગ્યાએ ડ્યુટી પર ગયો'તો; વડોદરાના દશરથ ગામનો બનાવ

    2 days ago

    વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવાનભાઈ વસાવાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની પ્રાથમિક આશંકા વચ્ચે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને હત્યાના કારણો તેમજ આરોપીઓ સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી તેમની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક ઉમેદ વસાવા તેમના પિતાના મોતિયાના ઓપરેશનને કારણે તેમની જગ્યાએ શોરૂમમાં ડ્યૂટી પર ગયા હતા. બીજા દિવસે સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. નજીકમાં એક મોટો પથ્થર પણ પડેલો હતો. પરિવારજનોએ બ્લેન્કેટ હટાવતા ઉમેદ વસાવા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા, જેને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પત્ની અને 3 સંતાનો નિરાધાર ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પંચનામાની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી હતી. મૃતકના પરિવારમાં પત્ની, 3 સંતાનોનો સમાવેશ થાય છે. પરિવારે હત્યારાઓને તાત્કાલિક ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે હત્યાના કારણો અને સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ‘તમે બે દિવસ ઘેર આરામ કરો, હું બધું સાચવી લઈશ’ મૃતકના પિતા ભવાન વસાવાએ જણાવ્યું હતું કે, આમ તો એ રોજ સવારે 6 વાગ્યે ઊઠીને, મોટર ચાલુ કરી, નાહી-ધોઈને 6:30 વાગ્યા સુધીમાં અહીં આવી જતો હતો. પણ આજે મોડું થયું એટલે મેં એની દીકરીને કહ્યું કે, એ હજી ઊંઘી રહ્યો લાગે છે, એને નોકરીએ જવાનું છે. તમે લોકો જાવ અને એને જગાડો. દીકરી એને જગાડવા ગઈ, ત્યારે તે ઓઢીને સૂતો હતો. જ્યારે એણે ઓઢેલું કપડું ખસેડ્યું અને જોયું, તો બધે લોહી-લોહી હતું. આ જોઈને છોકરીએ બૂમાબૂમ કરી મૂકી અને ખૂબ રડવા લાગી. એની બૂમો સાંભળીને અમને ખબર પડી કે મારા દીકરાને કોઈએ મારી નાખ્યો છે. ‘કોઈની સાથે દુશ્મની કે બોલાચાલી કે અણબનાવ નહોતો’ મૃતકના નાના ભાઈ સુરેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમને કોઈના પર કોઈ શંકા નથી. તેમની કોઈની સાથે દુશ્મની કે કોઈ પણ પ્રકારની બોલાચાલી કે અણબનાવ નહોતો. હવે આમાં અમે શું કરી શકીએ? પોલીસવાળા જે તપાસ કરે તે ઠીક છે. જો પોલીસવાળાને કોઈ કડી કે માહિતી ન મળે તો પછી આગળ જોઈશું, પણ હાલ તો પોલીસ જે તપાસ કરી રહી છે તે જ બરાબર છે. તેમના પોતાના પરિવારની વાત કરું તો, તેમને પત્ની બે નાની દીકરીઓ અને એક મોટો દીકરો છે. અને અમારા આખા પરિવારની વાત કરું તો અમે ત્રણ ભાઈઓ છીએ, ચાર બહેનો છે અને અમારા મમ્મી-પપ્પા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી:100થી શહેરોમાં 50 હજાર વોકર્સ સાથે BAPS ચેરિટિઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક રન યોજાઈ
    Next Article
    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળ્યા:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મળી મોઢવાડિયાએ સાંત્વના પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment