Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મારામારીના આરોપી વિજય વરાણીયાને પાસા:અસામાજિક પ્રવૃત્તિઓ બદલ વડોદરા જેલમાં મોકલાયો

    5 days ago

    જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની કડક સૂચના બાદ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કાર્યવાહીના ભાગરૂપે, મારામારીના ચાર ગુનાઓમાં સંડોવાયેલા વિજયભાઈ કેશુભાઈ વરાણીયાને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તે જામનગરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારનો રહેવાસી છે. વિજય વરાણીયા અગાઉ મારામારી જેવી ગંભીર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય હતો. તેના પર સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ હતો અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ચાર મારામારીના ગુના નોંધાયા હતા. આ ભયજનક ઇસમની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સીટી સી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.બી. ડાભી, પી.એસ.આઈ. વી.બી. ચૌધરી અને સ્ટાફના રાજનભાઈ તથા યોગરાજસિંહ દ્વારા મજબૂત પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફત જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા સમક્ષ રજૂ કરાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે ગુનાની ગંભીરતા અને લોકશાંતિ જોખમાતી હોવાનું ધ્યાને લઈ તાત્કાલિક પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું. આદેશ મળતા જ પી.એસ.આઈ. વી.એ. પરમાર, શરદભાઈ પરમાર અને હિરેનભાઈ વરણવાએ ત્વરિત કાર્યવાહી કરી વિજય વરાણીયાને અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં મોહરમ નિમિત્તે તાજિયાની ભવ્ય ઉજવણી:હુશૈની ચોકમાં 'યા હુશૈન'ના નારા ગુંજ્યા
    Next Article
    મહોરમ, ચોથો શનિવાર અને રવિવારની રજા:આજથી સરકારી કચેરીઓને ત્રણ દિવસનું મિની વેકેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment