Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર ક્લસ્ટરમાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ ઉજવાયો:નવા બાળકોનું સ્વાગત, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    3 days ago

    લાલપુર તાલુકાના કાનાલુસ ક્લસ્ટરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવાગામ વાડી, નવાગામ, કાનાછીકારી, ડેરા છીકારી પ્રાથમિક શાળાઓ અને કાનાછીકારી સરકારી માધ્યમિક શાળામાં યોજાયો હતો. આ પ્રસંગે GIDC જામનગરના રિજિયોનલ મેનેજર દિનેશભાઈ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ ઝાલા, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકાબેન નીલેશગીરી ગોસ્વામી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના PRO અધિકારી ભરતસિંહ ભટ્ટી, નવાગામના સરપંચ હરીશભાઈ અને કાનાછીકારીના સરપંચ વનરાજસિંહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મહેમાનોએ નવા પ્રવેશ મેળવનાર બાળકો અને દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય મહેમાન દિનેશભાઈ પરમારે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવા માટેના પ્રયાસો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા અને ગામના બાળકો સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં CET, CGMS અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવા પ્રવેશ મેળવનાર બાળકોને મહેમાનો, આગેવાનો, SMC સભ્યો, વાલીઓ, શિક્ષકો અને ગામના દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. LT કંપનીએ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મની સુવિધા પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: West Asia ceasefire frays as drone strikes cargo ship in Hormuz
    Next Article
    દશરથ ભરત એસ્ટેટમાં ગોડાઉનમાં ભીષણ આગ:લાકડાના પેલેટ મટિરિયલમાં લાગેલી આગ પવનના કારણે વિકરાળ બની, 6 કલાકે કાબૂ મેળવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment