Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મોહરમ પર્વની તૈયારીઓ પૂર્ણ:ચાંદીનો તાજીયો સહિત અનેક જમાતના તાજીયા પનમા આવશે

    16 hours ago

    જામનગરમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મુસ્લિમ સમાજની જમાતો દ્વારા શાનદાર તાજીયા બનાવવાનું કાર્ય ગઈકાલ રાતથી આજ સુધીમાં સંપન્ન થયું છે. આજે સાંજથી રાત દરમિયાન આ તાજીયા ચાંદી બજારમાં પનમશે. જેમાં મુખ્યત્વે જામવિભાજીએ મુસ્લિમ સમાજને ભેટ આપેલો ચાંદીનો તાજીયો, પરવાના નં.25 નો મીરાં દાતારનો તાજીયો અને પરવાના નં.26 નો અમી ધૂળધોયા તાજીયો સામેલ છે. આ વિવિધ જમાતોના 50 થી 150 વર્ષ જૂના પરવાનાવાળા તાજીયાઓને તૈયાર કરવા માટે આશરે 3 થી 4 મહિનાની મહેનત કરવામાં આવી છે. કમિટીના 40-50 સભ્યોએ દિવસ-રાત કામ કરીને આબેહૂબ કલાકૃતિ, ઝીણવટભરી નકાશી અને રંગબેરંગી રોશનીથી શણગારીને તેમને તૈયાર કર્યા છે. મુસ્લિમ સમુદાયનો આ પવિત્ર મોહરમનો તહેવાર લોકશાહીના પ્રથમ લડવૈયા તરીકે ઓળખાતા ઈમામ હુસૈન અને તેમના પરિવારના 72 સભ્યોની શહાદતની યાદમાં દર વર્ષે મનાવવામાં આવે છે. તૈયારીઓની પૂર્ણાહુતિ બાદ હવે ટૂંક સમયમાં જ મોહરમ પર્વની ઉજવણી શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરના ચઢાવાની ચોરીમાં ટ્રસ્ટે FIR કરાવી:ટિન્નુ યાદવ સહિત 8 ના નામ; મહાસચિવ ચંપત રાય સહિતના મોટા ચહેરાઓને બચાવ્યા
    Next Article
    BAPS સુરેન્દ્રનગરમાં ભીમ એકાદશીએ સરસ્વતી પૂજન:નવા શૈક્ષણિક સત્રના શુભારંભ નિમિત્તે વૈદિક મહાપૂજા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment