Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્નેપચેટથી શરુ થયેલા અફેરનો કરુણ અંજામ:પરસ્ત્રીના મોહમાં પતિ શારીરિક સંબંધથી દૂર રહેતો, સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ઊંઘની દવા પી આપઘાતનો પ્રયાસ

    1 day ago

    શહેરના એરપોર્ટ રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પતિના અન્ય સ્ત્રી સાથેના કથિત પ્રેમસંબંધો અને સસરાના અસહ્ય માનસિક-શારીરિક ત્રાસથી કંટાળીને ઊંઘની ગોળીઓ ગળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ સ્નેપચેટ પર અન્ય સ્ત્રી સાથે ગુપ્ત વાતો કરતો હતો અને લગ્નજીવનના સવા વર્ષ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ બાંધવાથી પણ દૂર રહેતો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના માત્ર 15 દિવસ બાદ જ ઘરકંકાસ શરૂ થયો પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, પીડિત પરિણીતા દેવિકાબેન ધવલભાઈ દાવડા (ઉ.વ. 31) ના લગ્ન સવા વર્ષ પહેલાં ધવલ રાજેન્દ્રભાઈ દાવડા સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતના માત્ર 15 દિવસ જ ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ દેવિકાબેનને જાણ થઈ હતી કે, તેનો પતિ ધવલ કોઈ અન્ય સ્ત્રી સાથે ફોનમાં સ્નેપચેટ એપ્લિકેશન મારફતે સતત સંપર્કમાં રહેતો અને વાતો કરતો હતો. આ બાબતે પત્નીએ વિરોધ કરતાં બંને વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થવા લાગ્યા હતા. પતિ શારીરિક સંબંધ રાખતો નહોતો દેવિકાબેનએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, અન્ય સ્ત્રી સાથેના અફેરના કારણે પતિ ધવલ તેમની સાથે ક્યારેય શારીરિક સંબંધ પણ રાખતો નહોતો અને અવારનવાર શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપતો હતો. આટલું ઓછું હોય તેમ, સસરા રાજેન્દ્ર રતનસી દાવડા પણ દેવિકાબેન સાથે ગેરવર્તન કરતા હતા અને તેમના માતા-પિતા વિશે આડું-અવળું બોલી મેણા-ટોણા મારીને ત્રાસ ગુજારતા હતા. સાસરીયાઓના આ ત્રાસથી કંટાળીને પરિણીતા છેલ્લા 6 મહિનાથી રિસામણે પોતાના પિતાના ઘરે રહેતી હતી. પિતાના ઘરે વિચારો આવતા જ ભરેલું આત્મઘાતી પગલું ગત તારીખ 23 જૂનના રોજ બપોરે 4.30 વાગ્યા આસપાસ દેવિકાબેન પિતાના ઘરે હતા ત્યારે તેઓ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. છેલ્લા 6 મહિનાથી રિસામણે હોવા છતાં પતિ ધવલ તેમને તેડવા આવ્યો નહોતો અને વાતચીત કરવાનું પણ તદ્દન બંધ કરી દીધું હતું. સાસરીમાં વિતાવેલા ત્રાસદાયક દિવસો અને પતિના સ્નેપચેટ અફેરના વિચારો મનમાં આવતા આખરે કંટાળીને દેવિકાબેને ઘરમાં પડેલી ઊંઘની વધુ પડતી દવાઓ પી લીધી હતી. પરિણીતાની તબિયત લથડતાં પિતાને આ અંગે તાત્કાલિક જાણ થઈ હતી, જેથી તેમને વિલંબ કર્યા વિના સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ આપેલા નિવેદનના આધારે ગાંધીગ્રામ પોલીસે પતિ ધવલ દાવડા અને સસરા રાજેન્દ્ર દાવડા સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની રિસામણે જતા એકલવાયા જીવનથી કંટાળી યુવકનો આપઘાત:ખોડીયારપરામાં સગર્ભાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, આજી GIDCમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    School Assembly News Headlines (June 26): Top National, International, Sports News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment