Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપર ખેડૂત આંદોલનને ઝટકો:પ્રચાર માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપ 'ખેડૂત ક્રાંતિ સંગઠ'ના એડમિનનું એકાઉન્ટ ત્રીજી વખત સસ્પેન્ડ, ખેડૂતોમાં રોષ

    2 days ago

    મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ પોલ અને વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન એક નવો વિવાદ સામે આવ્યો છે. આંદોલનની માહિતી ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવેલા "ખેડૂત ક્રાંતિ સંગઠન"ના વોટ્સએપ ગ્રુપના એડમિનનું એકાઉન્ટ એક નહીં પરંતુ ત્રણ વખત સસ્પેન્ડ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતો આ ઘટનાને બેધારી નીતિ ગણાવી રહ્યા છે. ગ્રુપમાં આંદોલન સંબંધિત તમામ માહિતી શેર કરવામાં આવતી હતી જેતપર ગામે ચાલી રહેલા આંદોલન દરમિયાન ઉપવાસ છાવણીમાં યોજાતા કાર્યક્રમો અને ખેડૂતોના પ્રશ્નોની માહિતી રાજ્યભરના ખેડૂતો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ હેતુસર "ખેડૂત ક્રાંતિ સંગઠન"ના નામે અનેક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં આંદોલન સંબંધિત તમામ માહિતી શેર કરવામાં આવતી હતી. જોકે, આ ગ્રુપના મુખ્ય એડમિનનું વોટ્સએપ એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ થતાં ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે. આ ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ : ધવલ જાકાસણીયા ખેડૂત ક્રાંતિ સંગઠનના ધવલ જાકાસણીયાના જણાવ્યા મુજબ તેમનું વોટ્સએપ એકાઉન્ટ હવે ત્રીજી વખત બંધ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉ તેમનું વ્યક્તિગત વોટ્સએપ એકાઉન્ટ અને ત્યારબાદ તેમના કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ખેડૂત ક્રાંતિ સંગઠનનું ફેસબુક પેજ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લાંબી પ્રક્રિયા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. હવે ફરીથી વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવતા તેઓએ તેને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ખેડૂતોના હક્ક તથા ન્યાય માટેનો સંઘર્ષ યથાવત ચાલુ રહેશે : ધવલ જાકાસણીયા ધવલ જાકાસણીયાએ વધુમાં જણાવ્યું કે તેઓ ખેડૂત સંગઠનના મુખ્ય એડમિન હોવાથી વારંવાર તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પાછળ સરકારનો હાથ છે કે અન્ય કોઈ કારણ છે તે તપાસનો વિષય હોવાનું તેમણે કહ્યું. જોકે, સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી ખેડૂત ક્રાંતિ સંગઠનનું આંદોલન અટકવાનું નથી અને ખેડૂતોના હક્ક તથા ન્યાય માટેનો સંઘર્ષ યથાવત ચાલુ રહેશે તેવો દાવો તેમણે કર્યો હતો. ખેડૂતોમાં સરકાર અને તંત્ર પ્રત્યે રોષની લાગણી વધુ તીવ્ર બની ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર દ્વારા ખેડૂતો સાથે મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના આંદોલનની માહિતી અન્ય જિલ્લાઓ સુધી ન પહોંચે તે માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે ખેડૂતોમાં સરકાર અને તંત્ર પ્રત્યે રોષની લાગણી વધુ તીવ્ર બની હોવાનું જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરના ચઢાવાની ચોરીમાં ટ્રસ્ટે FIR કરાવી:તેમાં ટિન્નુ યાદવ સહિત 8ના નામ; SITએ 17 લોકોને આરોપી માન્યા હતા
    Next Article
    સુરતીઓએ હવે ઘરમાં 2 નહીં 4 ડસ્ટબિન રાખવી પડશે:શહેરની સ્વચ્છતા જાળવવા મનપાએ લાદ્યા કડક નિયમો, મ્યુ.કમિશનરનો સ્પષ્ટ આદેશ- તમામ પ્રવૃત્તિઓની સમયાંતરે કડક સમીક્ષા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment