Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ટ્રાફિક-દબાણ મુક્ત મહા ઝુંબેશ યથાવત:રક્ષાશક્તિ સર્કલથી રિલાયન્સ ચોકડી સુધીના ગેરકાયદે દબાણો અને નો-પાર્કિંગ પર સપાટો, વાહનો અને લારી-ગલ્લાનો સામાન જપ્ત

    13 hours ago

    ગાંધીનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડ-રસ્તા પરના ગેરકાયદેસર દબાણો નાબૂદ કરવા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા રક્ષાશક્તિ સર્કલથી રિલાયન્સ ચોકડી સુધીના માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે આજે ઝુંબેશના ચોથા દિવસે 16 વાહનો ડિટેઈન કરી જાહેરાતના બોર્ડ અને ટેબલ-ખુરશીઓ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની સઘન ઝુંબેશ છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન સેક્ટરના આંતરિક રસ્તાઓ, શોપિંગ સેન્ટરો અને જાહેર માર્ગો પરથી સેંકડો નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. સતત ચાર દિવસથી દિવસ રાત ચાલી રહેલી આ કડક કાર્યવાહીને કારણે પાટનગરના માર્ગો ખુલ્લા અને ટ્રાફિકમુક્ત બન્યા છે. 16 વાહનો પાસેથી રૂપિયા 8,000 નો દંડ વસૂલાયો સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ વધુ વેગવંતી રાખવામાં આવશે. આજની ચોક્કસ કાર્યવાહીની વાત કરીએ તો ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર અડચણરૂપ અને નોપાર્કિંગ ઝોનમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા કુલ 16 વાહનો સામે કાયદેસરના પગલાં ભરીને સ્થળ પર જ રૂપિયા 8,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નિયમોનો ભંગ કરનાર સામે સેનિટેશન શાખાની લાલ આંખ આ ઉપરાંત જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ કરતા તત્વો સામે સેનિટેશન શાખાએ લાલ આંખ કરી હતી અને તેમની પાસેથી રૂપિયા 7,750 નો દંડ વસૂલ્યો હતો. બીજી તરફ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને શોપિંગ સેન્ટરોના પાર્કિંગ એરિયામાં ગેરકાયદેસર રીતે ગોઠવાયેલો માલ સામાન હટાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોમ્પલેક્ષોના બૅઝમેન્ટ પાર્કિંગ ખોલાવવાની ઝુંબેશ શરૂ કરશે આ અંતર્ગત રસ્તા પર નડતરરૂપ 5 લારી-ગલ્લા, 12 બોલાર્ડ, 5 ટેબલ, 45 ખુરશી, 23 ટેબલો અને 13 જેટલા ગેરકાયદેસર જાહેરાતના બોર્ડ-બેનરો સ્થળ પરથી જ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગાંધીનગર શહેરમાં ટ્રાફિક ફ્રી સર્વિસ રોડ ઉપલબ્ધ થાય અને પાર્કિંગ સ્પેસનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આગામી સમયમાં આખા શહેરમાં આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આજે ગુરુવાર રાતથી ટાઉન પ્લાનિંગ શાખા પણ મેદાને ઉતરીને કોમ્પલેક્ષોના બૅઝમેન્ટ પાર્કિંગ ખોલાવવાની ઝુંબેશ શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    આમ આદમી પાર્ટી 26 જૂનથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે:ચૈતર વસાવાના સમર્થનમાં જિલ્લા, વિધાનસભા અને પંચાયતોમાં સપોર્ટ માર્ચ કાઢવામાં આવશે
    Next Article
    Highway cafe dream to street assault: Bengaluru man loses Rs 17 lakh in fake crypto deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment