Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમ આદમી પાર્ટી 26 જૂનથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે:ચૈતર વસાવાના સમર્થનમાં જિલ્લા, વિધાનસભા અને પંચાયતોમાં સપોર્ટ માર્ચ કાઢવામાં આવશે

    11 hours ago

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 'ઈડી પાર્ટી'ના કથિત દમન સામે 26 જૂનથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ આંદોલન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા ફટકારવાના વિરોધમાં છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, 'ઈડી પાર્ટી' દ્વારા લોકશાહીની હત્યા અને દમનચક્ર વિરુદ્ધ ત્રણ તબક્કામાં 26 જૂનથી રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવશે. 26 જૂને તમામ જિલ્લાઓમાં, 28 જૂને તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં અને 30 જૂને સમગ્ર ગુજરાતના તમામ વોર્ડો અને જિલ્લા પંચાયતની બેઠકો પર 1000 સ્થળોએ સપોર્ટ માર્ચ કાઢવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો આવ્યા. આમ આદમી પાર્ટીના જણાવ્યાં મુજબ એક તરફ, 'ઈડી પાર્ટી' એ પોતાના ધારાસભ્ય હાર્દિક પટેલ પરનો કેસ પાછો ખેંચી લીધો, જ્યારે બીજી તરફ, "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાને મારપીટના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી. "આપ" એ આરોપ લગાવ્યો કે, જો ચૈતર વસાવા પણ હાર્દિક પટેલની જેમ 'ઈડી પાર્ટી' સામે ઝૂકી ગયા હોત, તો તેમના પર કોઈ કેસ ન હોત. આ મામલે માનવતાની હદ પાર થઈ હોવાનું જણાવી, "આપ" એ શકુન્તલાબેન વસાવા નામના મહિલાને તેમના 17 દિવસના બાળક સાથે જેલમાં મોકલી દેવાયા હોવાનો ઉલ્લેખ કર્યો. "આપ" એ દાવો કર્યો કે 'ઈડી પાર્ટી'ની સરકાર ચૈતર વસાવાની જીત સહન કરી શકી નથી અને બદલો લેવા માટે તેમને ખોટા કેસમાં સજા કરાવી છે. પાર્ટીએ વિસાવદર અને નર્મદા જિલ્લામાં 'ઈડી પાર્ટી'ના સફાયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જનતા સમગ્ર ગુજરાતમાં તેમનો સફાયો કરશે. "આપ" એ જણાવ્યું કે, સમગ્ર દેશમાં 'ઈડી પાર્ટી' દ્વારા લોકશાહીની હત્યા કરવાનું મહા અભિયાન ચાલી રહ્યું છે, જે દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યું છે. 'ઈડી પાર્ટી' વિરોધ પક્ષના દરેક અવાજને દબાવીને ભારતીય લોકશાહીને નષ્ટ કરવા પર ઉતરી આવી છે, જેનો એક નવો અધ્યાય ગુજરાતમાં જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    BPL સિઝન-2માં અનેક રેકોર્ડ બન્યા:ખેલાડીઓએ 4 સેન્ચુરી અને 27 હાફ સેન્ચુરી ફટકારી, ચેમ્પિયન ટીમ A4 પાવરસ્ટ્રાઈકર્સની 60 વિકેટ પ્રમાણે વડના 60 વૃક્ષો આવશે, IPLમાં તક મળી શકે
    Next Article
    ગાંધીનગરમાં ટ્રાફિક-દબાણ મુક્ત મહા ઝુંબેશ યથાવત:રક્ષાશક્તિ સર્કલથી રિલાયન્સ ચોકડી સુધીના ગેરકાયદે દબાણો અને નો-પાર્કિંગ પર સપાટો, વાહનો અને લારી-ગલ્લાનો સામાન જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment