Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં મોહરમ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:કાયદો વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સમીક્ષા

    1 day ago

    તાપી જિલ્લાના સોનગઢ નગરમાં આગામી મોહરમના પવિત્ર તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવા સોનગઢ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગમાં સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ (HG) અને ગ્રામ રક્ષક દળ (GRD)ના સભ્યો જોડાયા હતા. કાફલાએ ઇસ્લામપુરા, અલીફનગર, મુસ્લિમ ફળીયા, શાકમાર્કેટ, મેઈન બજાર, દેવજીપુરા, જુના ગામ અને નવાગામ જેવા વિસ્તારોમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસના આ રૂટ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાજનોમાં વિશ્વાસ બેસાડવાનો અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવાનો હતો. મુખ્ય બજારો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની હાજરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અધિકારીઓએ વિવિધ વિસ્તારોના અગ્રણીઓ સાથે પણ સંવાદ સાધીને શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા અપીલ કરી હતી. સોનગઢ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, મોહરમના તહેવાર દરમિયાન કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. નાગરિકોને સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સોનગઢ પોલીસે સાબિત કરી દીધું છે કે, તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર ૨૪ કલાક એલર્ટ છે. આ પ્રકારની કામગીરીથી નગરજનોમાં સુરક્ષાનું વાતાવરણ નિર્માણ પામ્યું છે, જેના કારણે સોનગઢમાં મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘અમારા ઘરની જાસૂસી કેમ કરો છો?’:જૂનાગઢમાં મામા-ફોઈના પરિવાર વચ્ચે નજીવી બાબતે માથાકૂટ, યુવકને મારવા મામલે ત્રણ સગા ભાઈઓ અને કાકાની ધરપકડ
    Next Article
    રૂપાવટી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શિક્ષણ યાત્રા શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment