Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અમારા ઘરની જાસૂસી કેમ કરો છો?’:જૂનાગઢમાં મામા-ફોઈના પરિવાર વચ્ચે નજીવી બાબતે માથાકૂટ, યુવકને મારવા મામલે ત્રણ સગા ભાઈઓ અને કાકાની ધરપકડ

    1 day ago

    જૂનાગઢ શહેરના સુખનાથ ચોક નજીક માતરી રોડ વિસ્તારમાં નજીવી પારિવારિક શંકાના આધારે મામા-ફોઈના પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ આખરે એક ભયાનક હત્યાકાંડમાં પરિણમી છે. પારિવારિક વાતો અને જાસૂસી કરવાની સામાન્ય આશંકાએ એવો તે હિંસક વળાંક લીધો કે એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા, જેમાં 40 વર્ષીય નિર્દોષ યુવક ઈમ્તિયાઝ મહિડાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. લોહીના સંબંધોમાં ઓગળેલા આ ઝેરે સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. માંદગીના કારણે ખબર-અંતર પૂછવા જતાં ઊભી થઈ શંકા આ લોહિયાળ વિવાદની શરૂઆત ગત 19 જૂન, 2026ના રોજ થઈ હતી. જૂનાગઢના સુખનાથ ચોક, નાથીબુ મસ્જીદ પાછળ, બાલમશા ડેલામાં રહેતા અને ઓટો રિક્ષા ચલાવતા 45 વર્ષીય મહમદ ઇલ્યાસભાઇ મહીડાના ફોઈ ફાતમાબેન બીમાર હોવાથી માંગરોળથી જૂનાગઢ ખાતે તેમના જ્ઞાતિના અમીરહુશેનના ઘરે આવ્યા હતા. માતરી રોડ પર જ બંને પરિવારોના મકાનો નજીક-નજીકમાં આવેલા હોવાથી, ફરિયાદીના માતા અમીનાબેન બપોરે બારેક વાગ્યે માનવતા અને સંબંધના નાતે પોતાના નણંદની ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે ગયા હતા. અમારા પરિવારની વાતો બહાર કેમ જાય છે? જોકે, અમીરહુશેનના મનમાં એવી અગમ્ય શંકાએ ઘર કરી લીધું હતું કે અમીનાબેન તેના ઘરની જાસૂસી કરવા અને તેમના ઘરની ખાનગી વાતો સમાજમાં બહાર ફેલાવવા માટે આવ્યા છે. "અમારા પરિવારની વાતો બહાર કેમ જાય છે?" તે બાબતની શંકા વેરનું મોટું કારણ બની ગઈ હતી અને તેણે ઝઘડો કરી વૃદ્ધા અમીનાબેનને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ અપમાનની વાત માતાએ ઘરે આવીને કરતા, ફરિયાદી મહમદઇલ્યાસભાઇ, તેમના પિતા મહમદહુશૈનભાઇ અને તેમનો દીકરો ફરહાન એમ ત્રણેય જણા અમીરહુશેનને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા પરંતુ, ત્યાં અમીરહુશેન, તેનો ભાઈ અબ્દુલકાદર અને દીકરો સુલતાન વધુ ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી વધુ વિવાદ ન વધે તે માટે ફરિયાદીનો પરિવાર પોતાના ઘરે પરત આવી ગયો હતો. મોહરમના તહેવારમાં જ ખેલાયો ખૂની ખેલ આ નજીવી વાતે અદાવતનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ગત 22 જૂનની રાત્રે આશરે 9થી 10 વાગ્યાના સમયગાળામાં આ આંતરિક રોષ ઉગ્ર હિંસામાં ફેરવાઈ ગયો હતો. મોહરમના તહેવાર નિમિત્તે ઘરની બાજુમાં બનતી છબીલ પાસે ફરિયાદી ઉભા હતા અને તેમનો દીકરો ફરહાન દૂધ લેવા ગયો હતો, ત્યારે જ પડોશીએ આવીને જણાવ્યું કે તમારા છોકરાને ઘર પાસે કોઈ મારે છે. ફરિયાદી દોડીને ગયા તો ત્યાં તેમની સગી ફઇનો દીકરો દિલાવર અલીભાઇ રવન્ના તેમજ શેહબાજ અમીરહુશૈન રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્ના આ ચારેય જણા ફરિયાદીના દીકરાઓ ફરહાન, રેહાન, ભાણેજ જુફીયાન, ભાઈ ઇમ્તીયાઝભાઇ અને પરિવારની મહિલાઓ સાથે ગાળો બોલીને આડેધડ ઢીકાપાટુનો માર મારતા હતા. તહેવારના કારણે ત્યાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્રોધાવેશમાં આવેલા આરોપી શેહબાજે લોખંડની ભારે પાઇપ વડે ઈમ્તિયાઝના માથાના ભાગે પાછળથી જીવલેણ ઘા ઝીંકી દીધો હતો અને ઇમ્તિયાઝ લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ ફરિયાદ ન કરવાની ભૂલ ભારે પડી આ ખૂની ખેલમાં રેહાન અને જુફીયાનને પણ ઇજાઓ થઈ હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરિયાદીના મોટા બાપા ઇબ્રાહીમભાઇ મહીડા અને સબંધીઓએ સમાજના આગેવાનો સાથે મળીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું હતું, જેના કારણે તે સમયે પોલીસ આવી ત્યારે પરિવારે આંતરિક મામલો હોવાનું કહી ફરિયાદ નોંધાવી નહોતી. આ જ સૌથી મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે 24 જૂનની બપોરે અચાનક માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કામ કરતા ઇમ્તીયાઝભાઇને માથામાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું ઘરે જ કરુણ મોત નીપજ્યું હતું. તમામ 4 આરોપીઓ દબોચાયા આ ઘટના અંગે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ભાઈના અવસાન બાદ ફરિયાદી મહમદઇલ્યાસભાઇએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પીએમ (Post-Mortem) રિપોર્ટમાં પણ માથાના ભાગે આંતરિક ગંભીર ઇજા (Internal Head Injury) થઈ હોવાની હકીકત સામે આવતા, પોલીસે કાયદેસરનો ગુનો નોંધી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. અને સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે: પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ પૈકી દિલાવર અલીભાઈ રવન્ના અને સુલતાન રવન્ના વિરુદ્ધ અગાઉ પણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સોએ એક નજીવી શંકાના આધારે સગા ભાઈ સમાન યુવકની ક્રૂર હત્યા કરી નાખી છે, જેને પગલે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:રીંઝપર, ચોરબેડી, નંદુરી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત
    Next Article
    સોનગઢમાં મોહરમ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:કાયદો વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment