Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી:વિસ્તારમાં અફરાતફરી, વીજ લાઇનો અને પાણીની પાઇપલાઇને નુકસાન, સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી

    2 days ago

    ભરૂચ શહેરના કતોપોર દરવાજા નજીક મુલ્લા ડોક્ટરના પગથિયાં પાસે ગુરુવારે અમદાવાદના ટ્રસ્ટની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇમારત પડતી વખતે જોરદાર ધડાકો થયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મિલકત છેલ્લા બે-ત્રણ વર્ષથી ખાલી હતી, જોકે તેમાં સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ હતી અને અગાઉ પણ અહીં ઝાડ પડવાની ઘટના બની હતી. નગરપાલિકા દ્વારા આ મિલકત ઉતારી લેવા માટે ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે ટ્રસ્ટ દ્વારા તેને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ઇમારત ઉતારવાની કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવી ન હતી. આ અંગે તંત્ર તેમજ ટ્રસ્ટીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં જરૂરી સેફ્ટી પગલાં લેવામાં ન આવતા આખી ઇમારત ધડાકાભેર ધરાશાયી થઈ હતી. ઇમારતના કાટમાળને કારણે વિસ્તારમાં ઇન્ટરનેટ કેબલ, GEBની વીજ લાઇનો તેમજ પાણીની પાઇપલાઇનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના પરિણામે આસપાસના વિસ્તારની આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બેદરકારી માટે જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ, શહેરમાં આવેલી અન્ય જર્જરિત ઇમારતોની તાત્કાલિક તપાસ કરી જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એમેઝોન ભારતમાં ₹1.23 લાખ કરોડનું રોકાણ કરશે:PM મોદીને મળ્યા CEO એન્ડી જેસી; AI-ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ થશે, 38 લાખ નોકરીઓ મળશે
    Next Article
    નાસીરનગર ડિમોલિશનની સુરત પોલીસ કમિ.એ કેમ ફરિયાદ લીધી નહીં?: હાઇકોર્ટ:DCP નકુમ અનઑફિશિયલ ત્યાં હાજર હોય તો કોર્ટમાં આવવું પડશે, અરજદારોને SMCએ ઘર આપવું પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment