Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનની સુરત પોલીસ કમિ.એ કેમ ફરિયાદ લીધી નહીં?: હાઇકોર્ટ:DCP નકુમ અનઑફિશિયલ ત્યાં હાજર હોય તો કોર્ટમાં આવવું પડશે, અરજદારોને SMCએ ઘર આપવું પડે

    2 days ago

    સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમીશ્નર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અને SMC ના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનવણી રાખી છે. અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150 થી વધુ મકાનો 30 મે ના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો ? અરજદાર વતી જવાબ અપાયો હતો કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે SMC ના અધિકારીઓ અને 20 થી 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. 01 જૂને અરજદારોએ SMC કમીશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ 1969 માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક 30 મે ના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા ? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી SMC ની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે 07 જેટલા SMC ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20 થી 25 જેટલા સુરત SOG વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા. પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર 01કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કોર્ટે પૂછ્યું હતું કે 30 મે ના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું ? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા SMC કમીશ્નર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે SMC નો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. 21 જૂને SMC કમિશ્નરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું કે જો ડિમોલિશન SMC એ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા ? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે ? સુરત શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં ? કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા ? અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા ? અરજદારે જણાવ્યું હતું કે ત્યાં સુરત SOG ના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે ? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે ? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે ! કોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશ્નર જવાબ આપે કે ડિમોલિશન SMC એ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ ? જો SOG ના DCP ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીર નગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા ? આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટી દ્વારા આ ડિમોલિશન મુદ્દે શું પગલાં લેવામાં આવ્યા છે ? સુરત મહાનગરપાલિકા અથવા તેમના અધિકારીઓ દ્વારા પણ જો કાયદો અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી છે. સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલિશન કર્યા છે, તેમને રહેવા ઘર આપવું પડે. કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે. 29 જૂનના, સોમવારના રોજ સવારે સૌથી પહેલા આ અરજી ઉપર સુનાવણી યોજાશે. જેમાં ટોરેન્ટ પાવરના વકીલ પણ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી:વિસ્તારમાં અફરાતફરી, વીજ લાઇનો અને પાણીની પાઇપલાઇને નુકસાન, સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી
    Next Article
    6 PM Gujarati News | 6 વાગ્યાના તમામ મોટા અને મહત્વના સમાચાર | Latest Gujarati News | Monsoon | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment