Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદની શાળામાં રંગેચંગે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ:કલેક્ટર સુરભી ગૌતમે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો, વૃક્ષારોપણ કરાયું

    11 hours ago

    દાહોદમાં શિક્ષણનો વ્યાપ વધારવાના ઉમદા આશય સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરની પી.એમ.શ્રી દોલતગંજ કન્યા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાના ગેટ પર જ નવોદિત ભૂલકાઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર સુરભી ગૌતમે શાળામાં પ્રવેશતા જ નાના બાળકોને કુમકુમ તિલક કરી અને મીઠાઈ ખવડાવી તેમની જીવનની પ્રથમ શિક્ષણયાત્રાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે શાળામાં બાલવાટિકામાં 40 અને ધોરણ-1 માં 39 એમ કુલ 79 બાળકોએ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટર સુરભી ગૌતમે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે બાળકોને નિયમિત અભ્યાસ અને શિસ્તના પાઠ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે, બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર શાળા પર નિર્ભર ન રહેતા, શિક્ષણ કાર્યમાં સક્રિય અને સકારાત્મક સહભાગી બની ઘરનું વાતાવરણ પણ શૈક્ષણિક બનાવે તે અત્યંત અનિવાર્ય છે. કાર્યક્રમને યાદગાર બનાવવાના ભાગરૂપે શાળા પરિસરમાં કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સંવેદના અને જાગૃતિ કેળવવાનો હતો. વૃક્ષારોપણ બાદ કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે શાળાની શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો તલસ્પર્શી રિવ્યૂ મેળવ્યો હતો. શાળાના સુદ્રઢ સંચાલન માટે તેમણે ઉપસ્થિત સભ્યોને કેટલીક રચનાત્મક સૂચનાઓ આપી હતી જેથી શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવી શકાય. શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકાના સભ્યો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શાળાના મુખ્ય શિક્ષક, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એક ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને સમગ્ર આયોજન ભારે ઉત્સાહ તથા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાહોદના શિક્ષણ ક્ષેત્રે નવોદિત બાળકો માટે એક પ્રોત્સાહક વાતાવરણનું નિર્માણ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 6 ઝોનમાં દૈનિકને બદલે એકાંતરા પાણી વિતરણ:જળાશયોમાં પાણી ઘટતા મનપાનો નિર્ણય, નવા નળ જોડાણ પણ સ્થગિત
    Next Article
    Earthquake in Venezuela LIVE | 6 વાગ્યે જુઓ ભૂકંપથી મહાતબાહી | Tsunami | Shocking | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment