Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ચંદ્રુમાણા ગામે બાળકોને શૈક્ષણિક પ્રવેશ અપાયો:શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વોટર ડિસ્પેન્સર ભેટ આપવાની જાહેરાત

    22 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી વિદ્યાલય ખાતે ગુરુવારે પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વર્ષાબેન પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કુલ 125 બાળકોને શૈક્ષણિક પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગામની ત્રણેય આંગણવાડીઓ માટે વોટર ડિસ્પેન્સર ભેટ આપવાની જાહેરાત કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં 26, બાલવાટિકામાં 26, પ્રથમ ધોરણમાં 43 અને ધોરણ 9 માં 56 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત, વિવિધ દાતાઓ દ્વારા ચીજવસ્તુઓ અને રોકડ દાન પણ આપવામાં આવ્યું હતું, જેનો હેતુ બાળકોના લાભાર્થે હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વર્ષાબેન પટેલે બાળકોને જંક ફૂડ ટાળીને ઘરનો ખોરાક લેવા, વહેલા જાગવા અને પ્લાસ્ટિકનો કચરો ડસ્ટબિનમાં નાખવા જેવા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત સૂચનો કર્યા હતા. કાર્યક્રમ બાદ તેમણે વાલીઓ, શાળાના સંચાલકો અને સ્ટાફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શાળાના શિક્ષણની ગુણવત્તા, મધ્યાહ્ન ભોજન અને સરકારની નમો સરસ્વતી સહિતની યોજનાઓના લાભ અંગે જાણકારી મેળવી હતી. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે ગૌરી વિદ્યાલયના સંઘર્ષમાં સહયોગી બનેલા દાતાઓને બિરદાવ્યા હતા. શ્રી ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસે શાળાના વિકાસ માટે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ અને અન્ય દાતાઓ તરફથી મળેલા આર્થિક સહયોગની માહિતી આપી હતી અને સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી. નીતિનભાઈ વ્યાસે પ્રાથમિક શાળામાં બ્લોક નાખવા અને શાળાનો ગેટ બનાવવા અંગે રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. સિદ્ધાર્થભાઈ નાયક, ચંદ્રુમાણાના આયુર્વેદ અધિકારી ડો. ગૌરાંગભાઈ વ્યાસ, પાટણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિતલબેન દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ, ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, વિરેશભાઈ વ્યાસ તેમજ અન્ય ગ્રામજનો, આંગણવાડી કાર્યકરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બે કાચબા પકડ્યા, એકનું શાક બનાવ્યું:ભાવનગરમાં વાઈની બીમારી કાચબો ખાવાથી મટી જશે તેવા ભ્રમથી 4 પરપ્રાતીય શ્રમિકોએ શિકાર કર્યો, કોર્ટમાં રજૂ કરાયા
    Next Article
    વેરાવળમાં શાળા પ્રવેશોત્સવમાં SP જાડેજા ઉપસ્થિત રહ્યા:ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, કિટ-ચોકલેટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment