Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર સંપન્ન:રાજ્યકક્ષાના મંત્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ઉજવણી

    2 days ago

    અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન 2026'નો ત્રીજો અને અંતિમ દિવસ ઉત્સાહભેર સંપન્ન થયો. જિલ્લાના તમામ તાલુકાઓમાં નાના બાળકો અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા માટે કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા)એ મેઘરજ તાલુકાની ધોળાપાણા, રેલ્લાંવાડા અને ગુરુકૃપા હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને વાલીઓને દીકરીઓ સહિત તમામ બાળકોને શિક્ષણ આપવા અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટરે માલપુર તાલુકાની નવાઘરા અને મંગલપુર પ્રાથમિક શાળામાં અનેક બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. તેમણે શાળા સંચાલકો અને શિક્ષકો સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણ અને આરોગ્ય સેવાઓના સંકલિત અમલ પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરના નાણા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. ટી. નટરાજન અને મોડાસાના સહાયક રાજ્ય વેરા કમિશનર વી.એમ. બારીયા સાકરીયા પીએમ શ્રી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા મામલતદાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ વિવિધ શાળાઓની મુલાકાત લઈને અભિયાનને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરાયા હતા.ગુજરાત રાજ્ય સરકારના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને શાળા સુધી પહોંચાડવાનો છે. આમાં ખાસ કરીને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણની સાથે પોષણ, આરોગ્ય તપાસ અને વાલી જાગૃતિ કાર્યક્રમોને પણ જોડવામાં આવ્યા છે, જેનાથી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી ચેતનાનો સંચાર થયો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી:શાળા સ્ટેશન અને લાલપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયો
    Next Article
    પોરબંદરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેષ ગોહેલની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment