Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિ માટે રેલી કાઢી:સેવા સંકલ્પ અભિયાન અને નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત જાગૃતિ અભિયાન યોજાયું

    2 days ago

    સેવા સંકલ્પ અભિયાન અને નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત માધાપર ખાતે નશામુક્ત સમાજના નિર્માણ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ કચ્છ તથા શ્રી એમ.એસ.વી. હાઈસ્કૂલ, માધાપરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી લોકોમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવી હતી. માધાપર ગાંધી સર્કલથી શરૂ થયેલી જાગૃતિ રેલીમાં શ્રી એમ.એસ.વી. હાઈસ્કૂલના NCC અને NSSના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વ્યસનથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજને નશામુક્ત બનાવવા માટે સંદેશ આપતા સૂત્રો સાથે રેલી યોજી હતી. રેલીને ફ્લેગ માર્ચ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ તે શાળા પરિસરમાં પહોંચી હતી. રેલી બાદ શાળા ખાતે નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના એ.એસ. ગોહિલ તથા સબ ઇન્સ્પેક્ટર કામિની ગોરસિયા તેમજ SOGના મહિલા સબ ઇન્સ્પેક્ટર આર.એલ. ચૌધરીએ વિદ્યાર્થીઓને નશાના શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપી હતી. તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. તાલુકા પંચાયત સદસ્ય વિનોદભાઈ પિંડોરિયાએ પોતાના શાળા જીવનના અનુભવો રજૂ કરી તંદુરસ્ત અને વ્યસનમુક્ત જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં માધાપર સરપંચ વાલજીભાઈ ડાંગર સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન અધિક્ષક તુષાર ધામેચાના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર એસ.પી. મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મહેશભાઈ ઝાલાનો વિશેષ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે NSS પ્રોગ્રામ ઓફિસર પ્રેમપ્રકાશ ગુપ્તા, કુસુમબેન ત્રિવેદી, ડો. આર.ડી. ઝાલા, ડો. ડી.એલ. ડાકી સહિત કેડેટ્સ અને સ્વયંસેવકોનો સહયોગ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રંગોળી-કોલાજ સ્પર્ધા:200 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    Diet Drinks May Work As Well As Water For Long-Term Weight Loss: Study

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment