Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન શરૂ:યુવાધનને બચાવવા નાગરિકોને સહયોગની અપીલ કરી

    10 hours ago

    તાપી જિલ્લા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 'ડ્રગ્સને ના કહો, જિંદગીને હા કહો'નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, સમાજમાં વ્યાપેલા નશીલા પદાર્થો જેવા કે ગાંજો, અફીણ, ચરસ, હેરોઈન, બ્રાઉન સુગર, કોકેઈન, મેથામ્ફેટેમાઈન (MD) અને એલ.એસ.ડી. (LSD) માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત વિનાશક છે. આ પદાર્થોના સેવનથી વ્યક્તિ ઝડપથી વ્યસની બની ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાઈ શકે છે. ડ્રગ્સના સેવનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે. MD ડ્રગ્સના સેવનથી હતાશા, તણાવ, માનસિક અસ્થિરતા, અનિદ્રા, શ્વાસની બીમારીઓ, વજનમાં ઘટાડો અને હાર્ટ એટેકનું જોખમ રહે છે. હેરોઈનથી હોઠના રંગમાં ફેરફાર અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થાય છે, જ્યારે કોકેઈન સેવનથી શરીરમાં ડોપામાઈનનું સ્તર અસ્થિર થતાં ડિપ્રેશન અને ચિંતા વધે છે. બ્રાઉન સુગર આંખની દૃષ્ટિને નુકસાન પહોંચાડે છે અને શારીરિક અશક્તિ લાવે છે. ગાંજા અને ચરસના સેવનથી ફેફસાંનું કેન્સર, અનિયમિત ધબકારા અને ગંભીર માનસિક રોગો થઈ શકે છે. પોલીસે જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ડ્રગ માફિયાઓને ખુલ્લા પાડે. જો કોઈ શાળા, કોલેજ કે રહેણાંક વિસ્તારોમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું જણાય, તો તાત્કાલિક જાણ કરવી. બાતમી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પોલીસે આપી છે. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે નાગરિકો તાપી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૨૬-૨૨૧૫૦૦ અથવા નાર્કોટિક ડ્રગ હેલ્પલાઇન નંબર ૧૯૦૮ પર સંપર્ક કરી શકે છે. વ્યારા પોલીસ તંત્ર દ્વારા સમાજ અને યુવાધનને બરબાદ થતું અટકાવવા આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    માતાજીને પગે લાગી અગરબત્તી કરી ચાંદીના 7 છતરની ચોરી, CCTV:બગદાણામાં મેલડી માતાના મંદિરમાંથી 50 ગ્રામ ચાંદી લઈ તસ્કર ફરાર, પૂજારી આરતી કરવા આવ્યા ત્યારે ખબર પડી
    Next Article
    Gujarat Weather Forecast LIVE | નબળું ચોમાસું પહોંચ્યું, વરસાદે કેમ બ્રેક મારી? | Monsoon | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment