Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાજીને પગે લાગી અગરબત્તી કરી ચાંદીના 7 છતરની ચોરી, CCTV:બગદાણામાં મેલડી માતાના મંદિરમાંથી 50 ગ્રામ ચાંદી લઈ તસ્કર ફરાર, પૂજારી આરતી કરવા આવ્યા ત્યારે ખબર પડી

    12 hours ago

    ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરી મંદિરમાં માતાજીને ચડાવેલા ચાંદીના સાત છતરની ચોરી કરી છે. સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે મંદિરના સભ્યે બગદાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરાવી છે. પૂજારી આરતી કરવા આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ ગત 22 જૂનના રોજ મંદિરના પૂજારી જગદીશભાઈ ગોહીલ આરતી માટે મંદિરે પહોંચતા માતાજીને ચડાવેલા ચાંદીના છતરો ગાયબ થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ, જેને લઈને તેઓએ મંદિરના સભ્યોને જાણ કરતા સભ્યો મંદિરે પહોંચ્યાં હતા. ચાંદીના છતરો ચોરી કરતો શખસ CCTVમાં કેદ મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સવારે આશરે 7 વાગ્યાને 25 મિનિટે એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશી માતાજીને ચડાવેલા ચાંદીના સાત છતરો ઉતારી પોતાના ખિસ્સામાં મૂકી ધરાઈ તરફના રસ્તે ફરાર થતો જોવા મળ્યો હતો. ચોરની શોધખોળ સભ્યો અને ગ્રામજનોએ ફૂટેજના આધારે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ કરતા આજદિન સુધી તેની કોઈ ઓળખ ન થતા મંદિરના સભ્યો દ્વારા મંદિરમાં ચોરી થયેલા સાત ચાંદીના છતરોનું કુલ વજન આશરે 50 ગ્રામ અને કિંમત અંદાજે 13 હજાર રૂપિયાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને બગદાણા પોલીસે અજાણ્યા શખ્સ સામે 305(d), 331(3) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઘરમાં જ હતા, 32 મોત, 700 ઘાયલ; 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ
    Next Article
    તાપી પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન શરૂ:યુવાધનને બચાવવા નાગરિકોને સહયોગની અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment