Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાસપુરની સેવા સમાજ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ:અર્બન ડેવલપમેન્ટના અંડર સેક્રેટરી ધર્મિષ્ઠાબા ઝાલા મુખ્ય અતિથિ બન્યા

    8 घंटे पहले

    જાસપુરની સેવા સમાજ વિદ્યાલય ખાતે 23 જૂન, 2026ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ધર્મિષ્ઠાબા ઝાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સીઆરસી જલાલપુરાના ઉર્વીશાબેન, સેવા સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રજનીકાંત બ્રહ્મભટ્ટ, મંત્રી મહેશ પુરોહિત, ઉપપ્રમુખ રમેશ વાઘેલા અને જીતેન્દ્રભાઈ વાઘેલા સહિત મંડળના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચ રાજુભાઈ, ઉપસરપંચ, વાલીઓ અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મનુષ્ય ગૌરવ ગાન રજૂ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય નિમિષાબેન છાસટીયાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ મુખ્ય અતિથિને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા, જ્યારે શાળાના પ્રમુખ અને મંત્રીએ છોડ અર્પણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ ધ્રુવીકા અને વંદનાએ “સ્વસ્થ પર્યાવરણ” વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મહેમાનો અને પ્રગતિ મંડળના હોદ્દેદારોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓને પણ સન્માનિત કરાયા હતા. મુખ્ય અતિથિ ધર્મિષ્ઠાબા ઝાલાએ પોતાના સંબોધનમાં શિક્ષણનું મહત્વ, કન્યા શિક્ષણનું મૂલ્ય અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા શ્લોકાબેન શાહે ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને જનતાનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ શાળાના શિક્ષક યોગેન્દ્રસિંહ સિંધાએ માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું. કાર્યક્રમ બાદ મુખ્ય અતિથિ અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ધર્મિષ્ઠાબા ઝાલાએ શાળામાં કાર્યરત વોકેશનલ ટ્રેડ – બ્યુટી એન્ડ વેલનેસ તથા આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. લેબની મુલાકાત લીધી. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અભ્યાસ, કારકિર્દી અને કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું. આ “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026”નો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આયોજનનો ઉદ્દેશ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા તથા આત્મવિશ્વાસ જગાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    બોમ્બે મેટલ શાળામાં 99 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ:વેદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત, શૈક્ષણિક કીટનું વિતરણ
    Next Article
    Lucknow Fire : 'भाई को जिस आग की रील भेजी, वो उसी में जल गया' Nilesh |Coaching Centre Fire | Aliganj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment