Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા, દેસરામાં આધુનિક શાળા ભવનોનું લોકાર્પણ:કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે રિબન કાપી ઉદ્ઘાટન કર્યું

    8 hours ago

    બીલીમોરા અને દેસરા પંથકમાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન ઉમેરાયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોને ઉત્કૃષ્ટ અને આધુનિક શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ઓરિયામોરા પ્રાથમિક શાળા, બીલીમોરા અને શેઠ ભા. દુ. ઇંટવાલા પ્રાથમિક વિદ્યાલય, દેસરા ખાતે નવનિર્મિત આધુનિક શાળા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવનિર્મિત શાળા ભવનોનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે રિબન કાપીને વિધિવત રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ તમામ નવનિર્મિત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે." તેમણે ઉમેર્યું કે નવા ભવનોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે ગ્રામીણ સ્તરે શિક્ષણનો સ્તર વધુ ઊંચો લાવશે. મંત્રીશ્રીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને ખૂબ ભણીને દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. આ ગૌરવશાળી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સમગ્ર ગ્રામજનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ જેવા કે શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી શાંતિલાલભાઈ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, બાંધકામ ચેરમેન યુસુફભાઈ મેમણ, મહિલા મોરચાના સુમિત્રાબેન પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ તેજલબેન જોશી, ચેરમેન અનુપમા પરમાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવું અને સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    How one Indian textile worker copes with extreme heat in factory work and cramped living quarters
    Next Article
    ગજણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:ધારાસભ્ય હેમતભાઈ ખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment