Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લોનવાળાનો વાંક છે, બહુ હેરાન કરતા હું શું કરતો':સુસાઈડ નોટ લખી ડિલિવરી બોયનો કેનાલમાં કૂદી આપઘાત, મૃતકની પત્નીએ બે સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

    2 days ago

    અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને એમેઝોનમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા યુવકે લોનના હપ્તાની ચિંતા અને ઉઘરાણી કરનારાઓની કથિત હેરાનગતિથી કંટાળી 18 જૂને નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જે મામલે મૃતકની પત્નીએ બે લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મૃતકે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી, જેમાં બંન્ને લોકોનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં મૃતકે નોટમાં લખ્યું હતું કે, આ લોનવાળાનો વાંક છે, બહુ હેરાન કરે છે, હું શું કરતો. લોન લઈ મકાન ખરીદ્યું ને હપ્તા ન ભરી શકતા ચાંદલોડિયામાં રહેતી સોનલ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ નવીનકુમાર એમેઝોનમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલા તેમણે બેંકમાંથી મોર્ગેજ લોન લઈને મકાન ખરીદ્યું હતું. પરંતુ આર્થિક સંકળામણના કારણે તેઓ નિયમિત હપ્તા ભરી શકતા ન હતા. જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા હતા. પત્નીને કહ્યું થોડીવારમાં ઘરે આવીશ, કેનાલમાંથી મૃતદેહ મળ્યો 18 જૂન, 2026ના રોજ નવીનકુમાર ઘરેથી બહાર ગયા હતા. આ દરમિયાન પત્ની સોનલે ફોન કરતા નવીને કહ્યું હતું કે, હું બહાર છું, થોડીવારમાં ઘરે આવી જઈશ. જોકે, ત્યારબાદ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને અંતે નર્મદા કેનાલમાંથી નવીનકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. સુસાઈડ નોટમાં સાહિલ રબારી, બળદેવ માલધારીનો ઉલ્લેખ કેનાલ પાસે જ તેમની ટુ-વ્હીલર પણ મળી આવી હતી. ટુ-વ્હીલરની ડેકીમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં નવીનકુમારે લખ્યું હતું કે, આમાં કોઈનો વાંક નથી, લોનવાળાઓ બહુ હેરાન કરે છે. આ સુસાઈડ નોટમાં સાહિલ રબારી અને બળદેવ માલધારીના નામનો ઉલ્લેખ કરીને તેઓ સતત હપ્તા ભરવા માટે દબાણ કરતા હોવાનું લખવામાં આવ્યું હતું. પત્ની સોનલ પ્રજાપતિએ આ આધારે બંને વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવી કમિટીઓની જાહેરાત:AMCમાં વોટર સપ્લાય કમિટીમાં ધરમશી દેસાઈ અને જૈનિક વકીલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ચેરમેન બન્યા
    Next Article
    FIFA Suspends All Nepal Football Association With Until Further Notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment