Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જાહેરમાં વૃદ્ધની હત્યા:સરુ સેક્શન રોડ પર હુમલો, સારવાર દરમિયાન મોત, આરોપીઓ ફરાર

    20 hours ago

    જામનગરના સરુ સેક્શન વિસ્તારમાં 67 વર્ષીય દેવાયતભાઈ વારોતરિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટના હવે હત્યાના કેસમાં પરિવર્તિત થઈ છે, જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી છે. બુધવારે રાત્રે આશરે 9:30 વાગ્યે દેવાયતભાઈ સરુ સેક્શન રોડ પર આવેલા શિવમ પેટ્રોલ પંપ નજીક હાજર હતા. તે સમયે બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના બાદ સ્થાનિકોની મદદથી દેવાયતભાઈને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને ત્યાર બાદ જી.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સાગર નામના એક શખ્સની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે હુમલાખોરોને ઓળખી કાઢવા અને તેમને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા પાછળ અંગત અદાવત, જૂનો મનદુઃખ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જાહેર સ્થળે વૃદ્ધની હત્યાના આ બનાવને કારણે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા અને ચકચાર વ્યાપી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    જય શાહે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કર્યા:ICC ચેરમેન તરીકે ધજા ચઢાવી, મંદિર ટ્રસ્ટે સ્વાગત કર્યું
    Next Article
    Turkiye Manager Slams Fans After World Cup 2026 Exit, Rules Out Resignation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment